વીજળીને ચમકારે મોતીડાં પરોવો – Vijali Ne Chamkare Lyrics in Gujarati
About Vijali Ne Chamkare Song
વિષય | વિગતો |
---|---|
ગીત નામ | વિજળી ને ચમકરે મોતીડા પારોવો રે પાંબાઈ |
આલ્બમ | ભજન પ્રભાતિયા |
ગાયક | લલિતા ઘોડાદરા |
સંગીત | પંકજ ભટ્ટ |
ગીતકાર | ગંગાસતી |
મ્યુઝિક લેબલ | ટી-સિરીઝ |
વીજળીને ચમકારે મોતીડાં પરોવો Bhajan Lyrics
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે