તુલસી વિવાહ શુભેચ્છાઓ | Tulsi Vivah Quotes & Wishes in Gujarati
તુલસી વિવાહ શુભેચ્છાઓ Quotes & Wishes
દર વર્ષે કારતક મહિનામાં તુલસી વિવાહ પૂજા કરવામાં આવે છે. માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસી વિવાહ પૂજા કરવાથી અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે. આ વર્ષે તુલસી વિવાહ 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ શુભ અવસરે આ શાનદાર મેસેજ શેર કરીને પ્રિયજનોને તુલસી વિવાહની શુભકામનાઓ પાઠવી શકાય છે.
તુલસી માતાને આ જ પ્રાર્થના છે કે દરેક ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આનંદનો વાસ હોય, સૌનું મંગળ અને કલ્યાણ થાય, માતા તુલસી દરેકની મનોકામના પૂર્ણ કરે. તુલસી વિવાહ 2024ની શુભેચ્છા
દીવાલો પર દીવાઓની માળા હશે, સૌથી સુંદર લગ્નની સજાવટ હશે, દરેક આંગણે તુલસી મા બિરાજશે, જ્યારે માતા તુલસી અને વિષ્ણુના લગ્ન થશે. તુલસી વિવાહની શુભકામના.
દરેક ઘરના આંગણામાં તુલસી, તુલસી ખૂબ જ મહાન છે, જે ઘરમાં આ તુલસી રહે છે, એ ઘર સ્વર્ગ સમાન છે. તુલસી વિવાહની શુભકામના
દેવી તુલસી અને ભગવાન વિષ્ણુ તમને વિશ્વના તમામ સુખના આશીર્વાદ આપે. તમને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે. તમને અને તમારા પરિવારને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ.
તુલસી એક સાધારણ છોડ જરૂર છે પરંતુ… ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે. પૂજા સામગ્રીમાઁ તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે કહેવાય છે કે… આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ ગ્રહણ કરતા નથી. ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસીની કૃપાદ્રષ્ટી આપ સૌ પર સદાય બની રહે એવી મંગલકામના. સૌને તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ
આપણે શેરડીનો મંડપ સજાવીશું, વિષ્ણુ અને તુલસીના લગ્નનું આયોજન કરીશું. તમે પણ ખુશીમાં જોડાઓ, આપણે સાથે મળીને તુલસીના લગ્નનું આયોજન કરીશું. તુલસી વિવાહ પર અનંત અભિનંદન અને શુભકામનાઓ.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનાં આશિર્વાદ થકી સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના. જે લગ્નમાં દેવતાઓ પણ સ્વર્ગમાંથી ઉતરી આવે છે, એવા પવિત્ર તુલસી વિવાહની આપને અનેક શુભેચ્છાઓ… જય શ્રી કૃષ્ણ… જય તુલસી માઁ… જય શ્રી રામ…
દેવી તુલસી અને ભગવાન કૃષ્ણ તમને આ દુનિયાની બધી ખુશીઓ આપે. સુખી દાંપત્ય જીવન સાથે આશીર્વાદ આપે તુલસી વિવાહની શુભેચ્છા. ભલે હોય પુરુષ ગમો ઍટલો શક્તિશાળી, જીતી છે હંમેશા નારી… કાન્હા તારા છપ્પન ભોગ પર, ખાલી ઍક તુલસી ભારી… તુલસી વિવાહ ની હાર્દિક શુભકામનાઓ...