ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું | Thakorji Nathi Thavu Lyrics in Gujarati
About Thakorji Nathi Thavu Bhajan
Song | Ghadvaiya Mare Thakorji Nathi Thavu (ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું) |
---|---|
Singer | Paresh Vadiya (પરેશ વાડિયા) |
Music | Shamji – Iqbal |
Lyrics | Kavi Shree Dad Bapu (કવિ શ્રી દાદ બાપુ) |
Label | Jhankar Music |
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું Lyrics Gujarati
હે… ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
હોમ હવન કે જગન જાપથી
મારે નથી રે પૂજાવું
હોમ હવન કે જગન જાપથી
મારે નથી રે પૂજાવું
હે.. બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં
એવા કુમળા હાથે ખોડાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
પીળા પીતાંબર જરકશી જામા
ઓલ્યા વાઘામાં નથી વીંટળાવું
પીળા પીતાંબર જરકશી જામા
ઓલ્યા વાઘામાં નથી વીંટળાવું
એ… કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે
એવા સિંદૂરે ચોપડાઈ જાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ.. ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.