વાજપાઇ બેંકેબલ યોજના: ધંધા શરૂ કરવા માટે ગુજરાત સરકારની મોટી મદદ
રાજ્ય સરકારની અમલી “શ્રી વાજપાઈ બેંકેબલ યોજના” અંતર્ગત ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે ૭૪ હજારથી વધુ કુટિર, ગ્રામોદ્યોગ, હસ્તકળા અને હાથવણાટ ક્ષેત્રના કારીગરોને રૂ. ૬૩૪ કરોડની મહત્વપૂર્ણ સબસીડી આપવામાં આવી છે. રાજ્ય સરકાર હંમેશા પ્રયાસશીલ છે કે કારીગરોને આર્થિક રીતે મજબૂત બનાવીને તેઓ ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે. આ યોજનાના અંતર્ગત કારીગરોને કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધાઓ દ્વારા સક્ષમ બનાવી, તેમની આવક વધારીને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવામાં આવે છે. રાજ્યના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ “શ્રી વાજપાઈ બેંકેબલ યોજના” કારીગરો માટે આશીર્વાદરૂપ બની છે.
ગુજરાત વાજપાઇ બેંકેબલ યોજના
| Field | Details |
|---|---|
| યોજનાનું નામ | શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના |
| ભાષા | ગુજરાતી |
| હેતુ | ગુજરાતના નાગરિકો માટે નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માટે લોન સાથે પ્રોત્સાહન આપવું |
| લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ |
| લોનની રકમ | 8 લાખ સુધી |
| લોન પર સબસીડી | ₹60,000 થી ₹1,25,000 સુધી |
વાજપાઇ બેંકેબલ યોજનાનો ઉદ્દેશ્ય
ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના શિક્ષિત યુવાન-યુવતિઓ અને દિવ્યાંગ લોકોને સ્વરોજગારીની તક પૂરું પાડવી ખૂબ જરૂરી છે. શ્રી બાજપેઈ બેંકેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું મુખ્ય હેતુ છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભર બની શકે તે માટે ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે લોન મળે છે અને તેની સાથે સબસીડી પણ પ્રાપ્ત થવાની શક્યતા હોય છે.
વાજપાઇ બેંકેબલ યોજનાની પાત્રતા
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો આવશ્યક છે.
- લાભાર્થીએ ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શિક્ષણ લાયકાત પૂર્ણ કરેલી હોવી જરૂરી છે.
- અરજદારની ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- લાભાર્થી જે વ્યવસાય માટે લોન લેવા માંગે છે, તે માટે ઓછામાં ઓછા 3 મહિનાની તાલીમ ખાનગી સંસ્થામાં મેળવી હોવી જરૂરી છે.
- અરજદાર જો સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લઈ ચૂક્યો હોય, તો પણ તે યોજનાનો લાભ લેવા યોગ્ય માનવામાં આવશે.
- અરજદાર પાસે સંબંધિત વ્યવસાયનો 1 વર્ષનો અનુભવ હોય, તો તેને પણ માન્ય ગણવામાં આવશે.
- લાભાર્થી જો વારસાગત કારીગર હોય, તો તે પણ યોજનાનો લાભ મેળવી શકશે.
- આ યોજનાનો લાભ દિવ્યાંગ અથવા અંધ નાગરિકોને પણ મળશે.
- આ યોજના અંતર્ગત અરજદાર રાષ્ટ્રીયકૃત બેંક, સહકારી બેંક, પબ્લિક સેક્ટર બેંક અથવા ખાનગી બેંકમાંથી લોન મેળવી શકે છે.
- વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ દરેક વ્યક્તિને ફક્ત એકવાર જ મળશે.
- સક્રિય સ્વસહાય જૂથ અથવા ગ્રેડિંગ કરેલ જૂથોને પણ વાજપાઇ બેંકેબલ યોજના નો લાભ મળશે.
- જો અરજદાર અગાઉ આ વિભાગ અથવા અન્ય વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવી ચૂક્યો હોય, તો તે ફરીથી લાભ લેવા યોગ્ય નથી.
વાજપાઇ બેંકેબલ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
- પાસપોર્ટ કદની તસવીર
- ચૂંટણી ઓળખપત્ર
- લાભાર્થીનું આધારકાર્ડ (આધાર ડાઉનલોડ કરો)
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની છેલ્લી માર્કશીટ
- જાતિ અંગે સત્તાવાર અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ/જન જાતિ માટે)
- 40% કે વધુ વિકલાંગ લાભાર્થીઓ માટે વિકલાંગતા ટકાવારીનું સત્તાવાર પ્રમાણપત્ર
- અરજદાર દ્વારા પ્રાપ્ત તાલીમ અથવા અનુભવનું પ્રમાણપત્ર
- ખરીદવા માટેના સાધન-ઓજારનો VAT/TIN નંબરવાળો અસલ ભાવપત્રક
- નક્કી કરેલા ધંધા સ્થળનો આધાર પુરાવો (ભાડાકરાર / ભાડા પત્ર / મકાન વેરાની કાપી)
- વીજળી ઉપયોગ માટે મકાનનું બિલ અને મકાન માલિકનું લેખિત સંમતિ પત્ર
લોન પર સહાયના દર
| વિસ્તાર | સમૂહ | લોન પર સહાય (%) |
|---|---|---|
| ગ્રામ્ય વિસ્તાર | જનરલ (General) | 25% |
| SC / ST / માજી સૈનિક / મહિલા / 40% કે વધુ દિવ્યાંગ | 40% | |
| શહેરી વિસ્તાર | જનરલ (General) | 20% |
| SC / ST / માજી સૈનિક / મહિલા / 40% કે વધુ દિવ્યાંગ | 30% |
વાજપાઇ બેંકેબલ યોજના સબસિડી
| ક્રમ | ક્ષેત્ર | સબસીડીની રકમની મર્યાદા (રૂપિયામાં) |
|---|---|---|
| 1 | ઉદ્યોગ ક્ષેત્ર (Industries Sector) | 1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) |
| 2 | સેવા ક્ષેત્ર (Service Sector) | 1,00,000/- (એક લાખ) |
| 3 | વેપાર ક્ષેત્ર (Business Sector) | શહેરી વિસ્તાર (General): 60,000/- ગ્રામ્ય વિસ્તાર (General): 60,000/- શહેરી/ગ્રામ્ય બંને (Anamat Category): 80,000/- |
ક્યા-કયા પ્રકારના વ્યવસાય માટે લોન મળી શકે છે?
શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ કુલ 17 મુખ્ય ક્ષેત્રો અને 395 પેટા વ્યવસાય/પ્રોજેક્ટ માટે લોન આપવામાં આવે છે.
| ક્રમ | ક્ષેત્રનું નામ | સંખ્યા |
|---|---|---|
| 1 | એન્જિનિયરિંગ ઉદ્યોગ | 53 |
| 2 | કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ | 42 |
| 3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 32 |
| 4 | પેપર પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ઉદ્યોગ | 12 |
| 5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 10 |
| 6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 22 |
| 7 | ખાદ્ય પદાર્થ ઉદ્યોગ | 18 |
| 8 | હસ્તકલા ઉદ્યોગ | 18 |
| 9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 17 |
| 10 | ખનીજ આધારિત ઉદ્યોગ | 9 |
| 11 | ડેરી ઉદ્યોગ | 5 |
| 12 | ગ્લાસ અને સિરામિક ઉદ્યોગ | 6 |
| 13 | ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ | 18 |
| 14 | ચર્મોદ્યોગ | 6 |
| 15 | અન્ય ઉદ્યોગ | 23 |
| 16 | સેવા પ્રકારના વ્યવસાય | 51 |
| 17 | વેપાર પ્રકારના ધંધાઓ | 53 |
| કુલ | 395 |
કેવી રીતે વાજપાઇ બેંકેબલ યોજના અરજી કરવી?
- સૌપ્રથમ તમારે Google Search માં Bankable Scheme Portal લખવાનું રહેશે.
- ત્યાં તમને Finance Department ની ઓફિશિયલ વેબસાઈટ Search Result માં જોવા મળશે.
- જેમાંથી તમારે https://blp.gujarat.gov.in/ ખોલવી પડશે.
- Website ખોલ્યા પછી “Bankable Loan Registration” પર ક્લિક કરો.
- જો તમે આ પોર્ટલ પર પહેલેથી રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો “REGISTER” પર ક્લિક કરો.
- Register પર ક્લિક કર્યા બાદ તમારે Mobile Number અને Captcha Code નાખીને આગળ વધવું પડશે.
- ત્યારબાદ તમારે Name, Email Id, Password અને Captcha Code નાખીને Registration પૂર્ણ કરવું પડશે.
- સફળ Registration થયા પછી Citizen Login પર જાઓ.
- અહીં Mobile Number અને Password નાખીને Login કરો.
- Login કર્યા પછી “New Application” પર ક્લિક કરો.
- હવે “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરો અને Online Application કરો.
- Application Form માં Applicant Details તથા Address Details નાખો.
- Scheme Details માં Project Info, Business Details અને Finance Required ની માહિતી ઉમેરો.
- ત્યારબાદ Experience / Training ની વિગતો ભરીને “Save & Next” પર ક્લિક કરો.
- છેલ્લે Attachment વિભાગમાં Required Documents ની PDF અપલોડ કરીને “Submit Application” પર ક્લિક કરો.
- અંતે, તમારો Application Number જનરેટ થશે, જેને સાચવી રાખવો જરૂરી છે.
