આધ્યાત્મિક ગુરુ આચાર્ય રજનીશ, જેમને લોકો ઓશો તરીકે ઓળખે છે, દુનિયાભરમાં અસંખ્ય શિષ્યોના પ્રિય ગુરુ રહ્યા છે. ઓશો પોતાના સ્પષ્ટ અને ઊંડા વિચારો માટે ખાસ જાણીતા હતા. તેમનો જન્મ મધ્ય પ્રદેશમાં 11 ડિસેમ્બર 1931ના રોજ થયો હતો અને તેમનું નિધન 19 જાન્યુઆરી 1990ના રોજ થયું હતું.
ઓશોના વિચારોથી જીવનને આનંદી અને સફળ બનાવવાના અનેક માર્ગ દર્શાવવામાં આવ્યા છે. આ વિચારોને જીવનમાં ઉતારવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ ઓશોના એવા થોડા વિચાર, જે તમારા દ્રષ્ટિકોણને બદલી શકે છે…
તમે કોને પ્રેમ કરો છો, ક્યા પ્રેમ કરો છો, કેમ પ્રેમ કરો છો, ક્યારે પ્રેમ કરો છો, તેનો કોઈ મહત્વ નથી. મહત્વ માત્ર એટલું છે કે તમે પ્રેમ કરો છો.
જીવન એ કોઈ સમસ્યા નથી, જીવન એ જીવવાની એક કલા છે.
પ્રેમ એ જ એક માત્ર સાચું ધર્મ છે.
જે બદલાવ તું દુનિયામાં જોવા ઈચ્છે છે, એ પહેલા તારા અંદર લાવ.
સ્વતંત્રતા એટલે પ્રેમનું સૌથી મોટું ફૂલ.
જે મનુષ્યે પોતાને ઓળખ્યો છે, તેનાથી મોટી સંપત્તિ કોઈ નથી.
આનંદ કોઈ બહારથી મળતો નથી, તે તો તારા અંદર છુપાયેલો છે.
જે વ્યક્તિ વર્તમાન પળમાં જીવતો શીખી જાય, તે જ સાચો ધનવાન છે.
લોકો કહે છે - કુદતા પહેલા બે વાર વિચાર કરો ઓશો કહે છે - પહેલા કૂદો પછી જેટલું વિચારવું હોય તેટલું વિચારો
જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ ઝનૂની હોય છે
અંધારુ પ્રકાશની ગેરહાજરી છે અહંકાર જાગૃતિની ગેરહાજરી છે
કોઈની પણ જોડે સ્પર્ધા કરવાની જરુર નથી તમે જેવા છો સારા છો પોતાની જાતને સ્વીકારો
દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે જો દુનિયા પૂર્ણ થઈ જાય તે ક્યારનીય ખતમ થઈ ગઈ હોત માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે
જીવનમાં ડર્યા વિના આગળ વધવાનું નામ છે ધર્મ.
પ્રેમ ક્યારેય માલિકી નથી કરતો, તે માત્ર વહેતો રહે છે.
દુનિયા બદલવા કરતા પોતાને બદલવું સહેલું છે.
જે વ્યક્તિ શાંતિમાં રહે છે તે જ સૌથી મજબૂત છે.
સ્વને ઓળખવું એ જ સર્વોત્તમ યાત્રા છે.
ધ્યાન એ મનનો ખરો આરામ છે.
જે પોતાના અંદરના અંધકારને સ્વીકારી શકે છે, તે જ પ્રકાશ સુધી પહોંચી શકે છે.
જીવનને ખૂબ ગંભીરતાથી ન લે, તે એક રમૂજ જેવું છે.
સાચો પ્રેમ ક્યારેય શરત રાખતો નથી.
જે વ્યક્તિ ક્ષમા કરી શકે છે, તે જ સાચો યોદ્ધા છે.
અડધા અધુરા જ્ઞાનની સાથે ક્યારેય આગળ ન વધો. આવું કરવા પર તમને લાગશે કે તમે અજ્ઞાની છો અને અંત સુધી અજ્ઞાની જ બન્યા રહેશો.
માત્ર તમારા પાપ જ તમને દુખી કરી શકે છે. જે તમને પોતાનાથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. આવી વસ્તુઓને નજરઅંદાજ કરવું જ શ્રેષ્ઠ હોય છે.
દર્દ તમને દુખ આપવા માટે નથી. લોકો આ જ ભૂલ કરે છે. આ દર્દ તમને હજુ વધુ સતર્ક કરે છે, કારણ કે લોકો માત્ર ત્યારે સતર્ક થાય છે, જ્યારે તીર તેમના હ્રદયની અંદર સુધી જતું રહે છે અને તમને આઘાત પહોંચાડે છે.
કોઈનો સાથ, કોઈ પણ પ્રકારની સ્પર્ધાની કોઈ જરૂર નથી. તમે તમારામાં શ્રેષ્ઠ છો અને તમે જેવા છો તમે પૂર્ણ રૂપથી સારા છો. પોતાને સ્વીકાર કરો.
દુખ ઉપર ધ્યાન આપશો તો કાયમ દુખી રહેશો. સુખ પર ધ્યાન આપવાનું શરૂ કરો. આપણે જેના ઉપર ધ્યાન આપીએ છીએ, તે જ વસ્તુઓ સક્રિય થઈ જાય છે. ધ્યાન સૌથી મોટી ચાવી છે.
પ્રેમ એક પક્ષી છે, જેને સ્વતંત્ર રહેવું પસંદ છે. જેને ઊડવા માટે આખા આકાશની જરૂર હોય છે.
આ દુનિયામાં મિત્રતા જ સાચો પ્રેમ છે. મિત્રતાનો ભાવ પ્રેમનો સર્વોત્તમ રૂપ છે, જ્યાં કંઈ પણ માંગવામાં નથી આવતું, કોઈ શરત નથી હોતી.
જો તમે પ્રેમથી રહો છો, પ્રેમની સાથે રહો છો તો તમે એક મહાન જીવન જીવી રહ્યા છો, કારણ કે પ્રેમ જ જીવનને મહાન બનાવે છે.
મોટો પ્રશ્ન એ નથી કે કેટલું શીખી શકાય છે. પ્રશ્ન એ છે કે કેટલું ભૂલી શકાય છે.
જે મનુષ્ય આભારી રહે છે, તેને ક્યારેય દુઃખ નથી થતું.
સાચી ખુશી બહાર નથી, એ તારા હૃદયની અંદર છે.
જે મનુષ્ય પોતાના પર વિશ્વાસ કરે છે, તેને કોઈ રોકી શકતું નથી.
જીવનનું સૌંદર્ય એ છે કે તે દરરોજ નવું છે.
જે તને મળે તેને પ્રેમ આપ, કારણ કે પ્રેમ જ જીવન છે.
કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં શાંત રહો અને પોતાનાની સાથે જોડાવ
મૃત્યુ પછી જીવન છે એ પ્રશ્ર્ન મહત્ત્વનો નથી પણ મહત્ત્વનું એ છે કે તમે મૃત્યુ પહેલા જીવિત છો ?
જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, કરુણા પૂરતા છે
તમે જે મહેસૂસ કરો છો, તમે તે બની જાવ છો, આ તમારી જ જવાબદારી છે.
દુઃખને સ્વીકારી લેશે તો આનંદ તને આપોઆપ મળશે.
જીવન એક નૃત્ય છે, તેને પુરેપુરું જીવી લે.
તું જેટલો ખાલી થશે, તેટલો જ ભરાઈશ.
પ્રેમ એ જ સૌથી મોટો ચમત્કાર છે.
તારા અંદર જે દેવત્વ છે, એને શોધ.
જીવન એ એક ભેટ છે, તેને આનંદથી જીવી લે.