જીવનસાથી | Jivansathi Lyrics in Gujarati
About Jivansathi
Title | Jivansathi |
---|---|
Singer | Mahesh Vanzara |
Singer | Hansha Bharawad |
Lyrics | Ramesh Vanchiya |
Music | Dipesh Chavda |
Sp. Compose | Vishnu Mundhava |
Recording | Raghav Studio |
Producer | Grishma A Patel (Bhumi Patel) |
Director & DOP | Sushil Shah & Team |
Artist | Chini Raval |
Sp. Thanks | All Friends and Family & Hitesh Patel |
Technical Support | Hitesh Patel |
Poster | Aman Agola |
જીવનસાથી Lyrics Song
હા મારા ચિતડાના ચોર મારા વાલમિયા
મારા દલડાની કોર મારા વાલમિયા
હા મારા મનડાના મોર મારા વાલમિયા
મારા દલડાની કોર મારા વાલમિયા
હા મારા રૂદિયે કરનારા તમે રાજ
મને મળે જિંદગીભર તારો સાથ
હા મારા હાથોમાં હોઈ તારો હાથ
મારા સુખ દુઃખના સંગાથ
હો માંગી લીધું આપડી હાચી
થઈને મળ્યા તમે જીવનસાથી
હો તમારાથી પ્રીત મને હાચી
ભલે થઈને મળ્યા જીવનસાથી
હો તુજ મારો આત્મા તુજ પરમાત્મા
રહેવું છે મારે સદા તમારી રે સાથમાં
હા હા મારા મનડે મારા દલડે મારા રૂદિયે
હો તમને પામીને અમે રાજી
થઈને મળ્યા તમે જીવનસાથી
હા તારો સાચો સંગાથ મારી વાલી
હો હારે મારી રેજો સદા સુખ અને દુઃખમાં
સાથ મારો દેજો વાલમ હર તકલીફમાં
હો પડછાયો બની રહેશું જિંદગી રે આખી
તમે મળ્યા જીવનમાં નથી કાંઈ બાકી
હો તમારામાં છે હવે જીવન અમારૂ
સાત જનમનો વાલી સાચો સથવારો
હો તમે રાજાને અમે રાણી
થઈને મળ્યા તમે જીવનસાથી
હા હા હા હારે ઓ જીવથી રે વાલી
હો તમે હોઈ હારે પછી ડર મને શું
તમે જ દુનિયા તમારૂં કીધું કરીશ હું
હા સપના તમે જો જો વાલી પુરા તો કરીશ હું
તમારા રે ડગલે પગલે જીવ રે ધરીશ હું
હો ખુદથી વધારે મને તમારો ભરોસો
તુટસે નહીં કદી તમારો ભરોસો
તમારામાં ખુશીયોં મારી સારી
તમારા પર હું તો જીવ જવ વારી
હા મારી વાલી મને જીવથી રે વાલી
હો મારા સાયબા જો ને અમે રાજી રાજી