જીવ જશે કાતો ગાડી દિવ જશે | JIV JASE KATO GADI DIV JASE LYRICS IN GUJARATI
Overview JIV JASE KATO GADI DIV JASE Song
ગુણધર્મ | વિગતો |
---|---|
ગીત | જિવ જાશે કાટો ગાડી દિવ જાશે |
ગાયક | જિગ્નેશ બરોટ |
સંગીત | જેકી ગજ્જર |
શબ્દો | નરેશ ઠાકોર વયાડ |
લેબલ | સારેગામા ઇન્ડિયા લિમિટેડ |
જીવ જશે કાતો ગાડી દિવ જશે Lyrics Song
હો મારા દિલ ને હવે રાહત ત્યારે થાશે
મારા દિલ ને હવે રાહત ત્યારે થાશે
તૂટેલા આ દિલ ના ઘાવ ભરાશે
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો દિલ નું દર્દ પીધા પછી બાર આવશે
હાચે હાચું કીધા પછી પાર આવશે
જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો નથી મારે હવે જીવન માં કોઇ રે શોખ
હવે જોણશે આ દુનિયા ને દુનિયા ના લોક
નથી મારે હવે જીવન માં કોઇ રે શોખ
હવે જોણશે આ દુનિયા ને દુનિયા ના લોક
હો હવે ઘેર થી સીધી ગાડી મારી દરિયે જાશે
વ્હિસ્કી બિઅર રેડ વાઈન ના હોલ પીવાશે
કોતો જીવ જાસે કોતો ગાડી દીવ જાશે
હો કોતો જીવ જાસે કોતો ગાડી દીવ જાશે
હો કોને જઈ કેવા હવે શું સે હાલ મારા
નથી રહ્યા હવે હાચા દિલ થી ચાહનારા
હો પ્રેમ ના પોણી ખોબલે પાતા ખોયા સે પાનારા
હાવ હોનાના હતા એણે દીધા સે જાકારા
હો મહિના નો પગાર આવે ને કરતા જેને રાજી
એણે ફાડ્યા ફોટા ને બોલાઈ મારી હરાજી
મહિના નો પગાર આવે ને કરતા જેને રાજી
એણે ફાડ્યા ફોટા ને બોલાઈ મારી હરાજી
હો ભલે ટાઢા ઉના વાયરા મને વાશે
પણ એના વગર મારાથી નહીં જીવાશે
જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો કોતો જીવ જાસે કોતો ગાડી દીવ જાશે
હો જોયું ના જોણ્યું મને ગોળ ગોળ રમાડતી
હકીકત માં એતો કોઇ બીજા ને ગમાડતી
હો મારી જોડે બનાવે બોના જઈ એને જમાડતી
કરતાતા પ્રેમ તોય કાળજા દઝાડતી
હો જોડે રઈને બોલતીતી જૂઠું એતો જાજું
ઘણું કઈને નથી કરવું દર્દ હવે તાજું
જોડે રઈને બોલતીતી જૂઠું એતો જાજું
ઘણું કઈને નથી કરવું દર્દ હવે તાજું
હો મારા દિલ ને હવે ટાઢક ત્યારે થાશે
તૂટેલા આ દિલ ના ઘાવ ભરાશે
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે
હો કોતો જીવ જાસે કોતો ગાડી દીવ જાશે