જેની કીકી કાળી છે – Jeni Kiki Kali Che Lyrics in Gujarati
About Jeni Kiki Kali Che Song
Title | Jeni Kiki Kali Chhe |
---|---|
Artists | Pu. Acharya Udayratna Suriji M.S., Saumil Shah |
Album/Label | HRIDAY PRIVARTAN |
Release Date | 2021-04-06 |
Composer | Jaydeep Swadia |
Lyricist | Pu. Acharya Udayratnasuriji M.S. |
Source | Auto-generated by YouTube |
જેની કીકી કાળી છે Lyrics in Gujarati
જેની કીકી કાળી છે, ને આંખ રૂપાળી છે (૨)
હો. આદીશ્વરનું મુખ મલકતું, રૂપની પ્યાલી છે
મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે
જેની…
મરૂદેવા માઁ હરખાવે… હરખાવે,
પુંડરિક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે,
શેત્રુંજી નદીનાં પાણી… હા પાણી,
લઈ આવે ને, સંઘ તને નવરાવે,
એનાં ઉપર, છાયા કરવા, રાયણ-ડાળી છે
મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…
જેની…
અહીં કહેનારા છે ઝાઝા… હાં ઝાઝા,
સાંભળનારા, એક ઋષભ મહારાજા,
કોઈ વાતો કરતું ગાતું… છલકાતુ,
કોઈ મારા જેવું, આંસુમાં અટવાતું,
સાર કરે, સંભાળ કરે એની પ્રીત નિરાળી છે
મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…
જેની…
તમે શ્વાસ લઈને બેઠાં… હાં બેઠાં,
પણ મારા તો, શ્વાસ થઈને બેઠાં,
તુજ દ્વાર બજે શહેનાઈ… શહેનાઈ,
મારા હૈયાની, ઋષભ સંગ સગાઈ,
ઋષભ-કથા તો, “ઉદયરત્ન” ને, વ્હાલી વ્હાલી છે
મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે…
જેની…
લીલા પીળા તારા નેજા ફરકે | Lila Pila Tara Neja Farke Lyrics Gujarati