જય કાના કાળા – Jay Kana Kala Lyrics Gujarati – Master Rana
About Jay Kana Kala Bhajan
Field | Details |
---|---|
Song | Jay Kana Kala Aarti |
Album | Aarti |
Singer | Master Rana |
Music | Appu |
Label | Soor Mandir |
જય કાના કાળા Lyrics in Gujarati
જય કાના કાળા
પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા
મીઠી મોરલી વાળા
ગોપી ના પ્યારા
પ્રભુ જય કાના કાળા
કામણ ગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન
માખણ ચોરી મોહન
ચિત્ત ચોરી લીધા
પ્રભુ જય કાના કાળા
નંદ યશોદા ઘેર વૈકુથ ઉતારૂ
વાલા વૈકુથ ઉતારૂ
કાલીયા મરદાન કીધો
કાલીયા મરદાન કીધો
ગાયોને ચારી
પ્રભુ જય કાના કાળા
ગોવર્ધન તોળ્યો ટચલી આંગળીયે
પ્રભુ ટચલી આંગળીયે
ઇન્દ્રનો ગર્વ ઉતારિયો
ઇન્દ્રનો ગર્વ ઉતારિયો
જય જય ગિરધારી
પ્રભુ જય કાના કાળા
ગુણ તણો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે
નેતી વેદ પોકારે
નેતી વેદ પોકારે
ભક્તો ગુણ ગાવે
પ્રભુ જય કાના કાળા
જય કાના કાળા
પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા
મીઠી મોરલી વાળા
ગોપી ના પ્યારા
પ્રભુ જય કાના કાળા
સાચા રે સંતોની માથે | Sacha Re Santo Ni Mathe Lyrics in Gujarati