Happy Rakshabandhan 2025 Wishes: રક્ષાબંધનની હાર્દિક શુભકામના, શાયરી, શુભેચ્છા
હિંદુ ધર્મમાં રક્ષાબંધન (Raksha Bandhan)નું ખૂબ જ મહત્ત્વ છે. આ વર્ષે 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ભાઈ-બહેનનો આ તહેવાર અતૂટ બંધન અને તેમની વચ્ચેના સ્નેહને વ્યક્ત કરવાનું એક સુંદર માધ્યમ છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ સાથે જ ભાઈઓ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપવાની સાથે તેણીને જીવનભર ખુશ રાખવાનું વચન આપે છે.
રક્ષાબંધનના અવસરે ભાઈઓ અને બહેનો તેમના દિલની લાગણીઓ શાયરીઓ દ્વારા વ્યક્ત કરી શકે છે. ત્યારે આજે અમે તમારા માટે લાવ્યા છે શાનદાર શાયરીઓ જેને તમે રક્ષાબંધનના દિવસે શેર કરી શકો છો.
રક્ષાબંધન વિશે શાયરી
સૌથી પ્રિય મારી બહેન, સુખમાં દુઃખમાં સાથે રહેજે જીવનનું સુખ છે તારાથી, તું હોય તો પછી શું કહેવું. હેપ્પી રક્ષાબંધન!
જ્યારે ભગવાને દુનિયા બનાવી હશી એક વાતની ચિંતા તેમને થઈ હશે કેવી રીતે રાખીશ સંભાળ આટલી બધી છોકરીઓની, પછી તેણે દરેક માટે એક ભાઈ બનાવ્યો હશે. હેપ્પી રક્ષાબંધન
ચોખાની સુગંધ અને કેસરની શોભા રાખી, તિલક, મીઠાઈ અને ખુશીની વર્ષા બહેનોનો સંગાથ અને અપાર પ્રેમ આપને રાખડીના તહેવારની શુભકામનાઓ.
ભાઈ, તમે જીવો હજારો વર્ષ મળે સફળતા તમને દરેક વખતે ખુશીઓનો થાય વરસાદ તમારા પર એ જ પ્રાર્થના કરીએ છીએ અમે વારંવાર હેપ્પી રક્ષાબંધન
બહેનોને જોઈએ છે માત્ર પ્રેમ અને સ્નેહ નથી માગતી ક્યારેય મોટી ભેટ સંબંધ ટકી રહે સદીઓ સુધી મળે ભાઈને ખુશીઓ હજાર રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામનાઓ
સંબંધો અમારા ભાઈ-બહેનના ક્યારેક મીઠા ક્યારેક ખાટા ક્યારેક રિસાવવું તો ક્યારેક મનાવવું, ક્યારેક મિત્રતા તો ક્યારેક ઝઘડો, ક્યારેક રડવું અને ક્યારેક હસવું, આ સંબંધ છે પ્રેમનો સૌથી અલગ સૌથી અનોખું હેપી રક્ષાબંધન
રક્ષાબંધનનો તહેવાર છે, સર્વત્ર ખુશીની વર્ષા છે બંધાયેલો છે એક દોરામાં, ભાઈ-બહેનનો પ્રેમ છે હેપી રક્ષાબંધન
હાર્દિક શુભકામના
શબ્દોને તો આખી દુનિયા સમજી જાય, પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ બહેન !! || રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ ||
રાખીનો સંબંધ લાખ મોલનો, બંધન છે ભાઈ -બહેનનો, તે માત્ર એક દોરો નથી, ભોળી બહેનનો પ્રેમ છે તેમાં, ભાઈના વચનનાં સોગંદ છે તેમાં . રક્ષાબંધનની શુભેચ્છાઓ!
આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય જીંદગી તારી, કોઈનીય નજર ના લાગે, દુનિયાની દરેક ખુશી હોય તારી, રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી! રક્ષાબંધન ની શુભકામના !!
જ્યારે હું મારા આશીર્વાદ ગણું છું, ત્યારે હું મારા ભાઈને બે વાર ગણું છું કારણ કે તે સૌથી વધુ પ્રેમાળ, સંભાળ રાખનાર, પ્રેમાળ અને સહાયક ભાઈ છે જે એક બહેનને મળી શકે છે….. ભાઈ તમને રક્ષાબંધનની અનેક શુભકામનાઓ
ભાવ-સ્નેહનું સતત સર્જન, અદકેરું બંધન, રક્ષાબંધન. રેશમનો તાર, એક અનોખો સાર, ભીંજાય એમાં આખો સંસાર, તને રક્ષાબંધનના ખુબજ અભીનંદન
રક્ષાબંધનનો તહેવાર છે, સર્વત્ર ખુશીઓની રેલમછેલ છે, એક ધાગામાં બંધાયેલો, ભાઈ-બહેનનો પ્રેમ છે. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા
સર્વ આનંદ, બધી ખુશીઓ, બધા સપનાની પરિપૂર્ણતા, સફળતા ના બધા શિખરો બધી સંપત્તિ, તમારી પાસે હોય.. આ રક્ષાબંધન આપણાં સંબંધને નવ જીવન આપે… રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા
રાખી એ માત્ર દોરો નથી, આ તો મારો તારા પરનો વિશ્વાસ છે . જીવનના કોઈપણ તબક્કે, કોઈપણ વળાંક પર, કોઈપણ સંકટમાં, હું તમને હકથી બોલાવીશ, મને તારામાં વિશ્વાસ છે તમે દ્રૌપદીના કૃષ્ણની જેમ દોડીને આવશો… રક્ષાબંધન ની ખૂબ ખૂબ શુભેચ્છા
રાખડી બાંધવામાં કંઈ ચોઘડીયા જોવાની જરૂર નથી, કાળને પણ શુભમાં ફેરવી નાખે એવી તાકાત છે બહેનની રાખડીમાં… રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ