ઉખાણા એટલે શું ? ઉખાણાં શબ્દનો અર્થ?
ઉખાણાં સામાન્ય રીતે પ્રશ્નોના રૂપમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ તેને કાવ્યની જેમ અથવા વાક્યોને એકબીજાની સાથે જોડીને તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને ઉખાણાં કહેવાય છે.
ઉખાણાંનો અર્થ એ છે કે જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે, ત્યારે તે પ્રશ્નના આધારે જ નવી જાણકારી મેળવવામાં આવે અને મજા પણ થાય.
શાળાના નાના બાળકોને ઉખાણાંના સ્વરૂપે પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનાથી તેમની તર્કશક્તિ પરિક્ષિત થાય છે અને સાથે સાથે તેમને નવી માહિતી પણ પ્રાપ્ત થાય છે.
ગુજરાતી ઉખાણાં જવાબ સાથે
એવું શું છે જે પાણીમાં પડે તો પણ ભીનું ના થાય? જવાબ - પડછાયો
એવી કઈ વસ્તુ જે ખાવા માટે ખરિદિયે પણ તેને ખાતા નથી? જવાબ - પ્લેટ
એવું શું છે જે વગર પગે ભાગે છે અને ક્યારેય પાછો નથી આવતો? જવાબ - સમય
પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ! જવાબ - લીંબુ
એવી કઈ વસ્તુ છે જે તમે કઈ બોલો તો તૂટી જાય? જવાબ - મૌન
લીલી માછલીના ઈંડા લીલા પણ, માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે. જવાબ - વટાણા
એ તો ભાઈ તો છે ભારે બીકણ, કાતરી ખાતા પાન ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન. જવાબ - સસલું
નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ. જવાબ - કીડી
એ તો ભાઈ તો ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા, નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન. જવાબ - ઊંટ
કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે. જવાબ - હિપોપોટેમસ
નાનેથી મોટું થાઉં, રંગબેરંગી પાંખો લગાવું હવાની લહેરોમાં તરતું જાઉં, ફૂલો સંગે વાતો કરતું જાઉં. જવાબ - પતંગિયું
વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી. જવાબ - છત્રી
બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે. જવાબ - કોયલ
નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ. જવાબ - હરણ
ન તો હું સાંભળી શકું, ન તો હું બોલી શકું આંખ તો મારે છે પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં. જવાબ ~ ચોપડી
ટર ટર ટર ટર કરતાં ગાય છે, જાણે પોતાનું ગીત સંભળાવે છે, જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે. જવાબ ~ દેડકો
આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું, જીવોની હું રક્ષા કરી , ફળ ફૂલનું દાન આપું છું. જવાબ ~ વૃક્ષ
પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ ભય જોઈને કોકડું વળતો, બની જાતો ખુદની ઢાલ. જવાબ ~ કાચબો
કાન મોટા ને કાયા નાની, ને કોમળ એના વાળ કોઈ એને પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ. જવાબ ~ સસલું
છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર. જવાબ ~ કરોળિયો
મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન. જવાબ ~ અગરબતી
જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો. જવાબ ~ અરીસો (દર્પણ)
થાકવાનું ન મારે નામ, રાત દિવસ હું ચાલતી રહેતી જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, આગળ વધવાનો સંદેશો હું જાતી. જવાબ ~ ઘડિયાળ
ખુલ્લા આસમાનમાંથી જનમું છું, લીલા ઘાસ પર સૂઈ જાઉં છું, મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું. જવાબ ~ ઝાકળબિંદુ
ન ખાય છે ન પીવે છે, બસ અજવાળાને સાથે લઈને ચાલે છે, પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે. જવાબ ~ પડછાયો
શાકભાજીમાં હું છું સૌથી કડવો, પણ ગુણ મારા અપાર રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ. જવાબ ~ કારેલા
જો તે જાય તો પાછો ન આવે, પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે, આખી દુનિયામાં ચર્ચા એની એ તો સૌથી બળવાન ગણાતો. જવાબ ~ સમય
તડકો લાગે તો ઊભો થાતો, છાયોં આવે તો મરી જાતો જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો. જવાબ ~ પરસેવો
એક બગીચામાં અનેક ફૂલ, ને તે ફૂલોનો છે એક રાજા રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા. જવાબ ~ ચંદ્ર અને તારા
ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર બંધ ડબ્બાનું તાળું ખોલી, સામાન સઘળો લઈ જાતો. જવાબ ~ પોસ્ટમેન
રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું. જવાબ ~ ચાંદામામા
જેમ જેમ સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે, રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું. જવાબ ~ સાબુ
સુવાની એ વસ્તુ છે પણ શાકભાજીવાળો વેચે નહીં ભાવ તો વધારે છે નહી, પણ ભારમાં એ ભારી છે. જવાબ ~ ખાટલો
અડધું છું ફળ ને અડધું છું ફૂલ, કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું. જવાબ ~ ગુલાબ
જાંબુખિલે એક ફૂલ, થાય અંધારું ડૂલ.. જવાબ ~ દીવો
હાથી ઘોડા ફર્યા કરે પણ, પગ એમના ચાલે ના સવાર પીઠે ઘૂમ્યા કરે, ને ફરવાની મજા લીધા કરે જવાબ ~ ચકડોળ
કાગળની છે કાયા, અક્ષરની છે આંખ અલકમલકની સહેલ કરાવે, ખૂલે છે જ્યારે પાંખ જવાબ ~ પુસ્તક
પંદર દિવસ વધતો જાય, પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય, રાત્રીભર પ્રકાશ પાથરતો જાય જવાબ ~ ચંદ્ર
રંગે બહુ રૂપાળો છું થોડું ખાઉં તો ધરાઇ જાઉં વધુ ખાઉં તો ફાટી જાઉં જવાબ ~ ફુગ્ગો
અબૂકલું ઢબૂકલું, પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું મારા અનેક રંગ છે, નાના મોટાઓનો આનંદ મારી સાથે છે જવાબ ~ પતંગ
પાણીનું અબૂકલું ઢબૂકલું છું, પાણીમાં જ રહીને ફરું છું પાણીના તરંગોમાં નાચું છું, પાણીમાં જ તરવું મારૂ કામ છે જવાબ ~ માછલી
લાલ કિલ્લામાં કાળા સિપાઈ લીલી દીવાલમાં ગયા સમાઈ જવાબ ~ તરબુચ
આટલીક દડી ને હીરે તે જડી દિવસે ખોવાણી તે રાત્રે જડી જવાબ ~ તારા
વડ જેવા પાન ને શેરડી જેવી પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી જવાબ ~ આંકડો
બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે ગોળ ગોળ થાળ ફરતો જાય, પણ મોતી તેમાંથી એકપણ ન પડે જવાબ ~ તારા
ધોળું ખેતરને કાળા ચણા હાથે વાવ્યાં ને મોં એ લણ્યા જવાબ ~ અક્ષર
ચાલે છે પણ જીવ નથી, હલે છે પણ પગ નથી ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી… જવાબ ~ હિંચકો
પઢતો પણ પંડિત નહિ, પાંજરે પૂર્યો પણ ચોર નહિ ચતુર હોય તેઓ ચેતજો, મધુરો પણ મોર નહિ જવાબ ~ પોપટ
સૂરજ સામે મન ભરીને જોયા કરે સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને જવાબ ~ સૂરજમુખી
વનવગડે વસ્તી વગર ઊગી નીકળે, સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા જવાબ ~ આંકડો
સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી જાય જવાબ ~ પારિજાત
ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય જવાબ ~ કેસૂડો
ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો આપણી પાસે ખોલતું જાય જવાબ ~ ટેલિવિઝન (ટીવી)
પાંચ પાડોશી અને વચ્ચ માં અગાશી જવાબ ~ હથેળી
વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે, કાગળ નહીં, કલમ નહીં બોલો શું છે મારું નામ? જવાબ ~ ચશ્માં
એવું શું છે જે પેદા થતા ની સાથે જ ઉડવા નું શરૂ કરી દે છે? જવાબ ~ ધુમાડો
એવું શું છે જેને ચાર પગ હોવા છતાં પણ ચાલી શકતું નથી? જવાબ ~ ટેબલ
એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે? જવાબ ~ તરસ
એ શું છે જેની આંખોમાં જો આંગળી નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે? જવાબ ~ કાતર
લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ જવાબ ~ મરચાં
એ કઈ વસ્તુ છે જે ઉપર-નીચે થાય છે પણ પોતાની જગ્યાએ જ રહે છે? જવાબ ~ સીડી
ઉડું છું પણ પંખી નહીં, સૂંઢ છે પણ હાથી નહી, છ પગ પણ માખી નહી, ગીત ગાઉં છું પણ ભમરો નહીં. જવાબ : મચ્છર
ત્રણ નેત્ર પણ શંકર નહીં, વાળ ઘણા પણ ઘેટું નહીં, પાણી છે પણ ઘડો નહીં, સન્યાસી છે પણ ભગવાન નહીં. જવાબ : નારિયેળ
વડ જેવા પાન ને શેરડી જેવી પેરી મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી. જવાબ : આંકડો
દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ ભાભી નથી, નવરો છે પણ નવરી નથી, રોજી છે પણ રોટી નથી!!! જવાબ : દાદાભાઈ નવરોજી
ગોળ ગોળ ફરતી જાય, ફરતી ફરતી ગાતી જાય, દાણો દાણો ખાતી જાય, તોય એનુ પેટ ન ભરાય. જવાબ : ઘંટી
આમ તો નીચી નજરે ચાલે, રીસાય ત્યારે પગ પછાડે, લોકોનો એ ભાર વેંઢારે, તોય કોઇ સારો ન માને. જવાબ : ગધેડો
તણખલા રૂના સંગાથે, ઝૂલું ડાળે ડાળ, જ્યારે પંખી ઊડી જાતા, બચ્ચાની રાખું સંભાળ. જવાબ : માળો
બોખું બોખું મોં ફરે, કરે મઝાની વાતો, આખા ઘરમાં ખુલ્લો મુકે, વાર્તાનો ખજાનો. જવાબ : દાદા-દાદી
મા ગોરી રૂપકડી, ને બચ્ચા કાળાં મેશ, મા મરે, બચ્ચા જો ભળે, દૂધ-ચામાં સુગંધ પ્રસરે. જવાબ : એલચી
લાગે ઢમઢોલ શરીર, પણ નથી મારો કંઇ ભાર, દેહ છે મારો રંગબેરંગી, બાળકોનો છું હું સંગી. જવાબ : ફુગ્ગો
નદી-સરોવરમાં રહેતી, પાણીની રાણી કહેવાતી, રંગબેરંગી જોવા મળતી, કહો ક્યા નામે ઓળખાતી ? જવાબ : માછલી
આખો દિવસ ઊંધ્યા કરું, રાત પડે ને રડ્યા કરું, જેટલું રડું એટલું ગુમાવું ? તો બોલો મિત્રો કોણ હું ? જવાબ : મિણબત્તી
પાતળી લાઈને દોડે સરસ, જ્યાં ઉગે ત્યાં લાવે જ્ઞાન પરસ. જવાબ: પેન્સિલ
એ તો કોણ જે ઘર લઇ લે છે આખું, પણ જગ્યા જરાપણ નથી રોકતું જવાબ : પ્રકાશ
અગ, મગ ત્રણ પગ, લક્કડ ખાય અને પાણી પીએ. જવાબ : ઓરસિયો
એક એવું અચરજ થાય જોજન દૂર વાતો થાય. જવાબ : ટેલીફોન, કોમ્પ્યુટર,મોબાઈલ
એ આપવાથી વધે છે, એ આવે ત્યારે જન જાગે છે, એ જાય ત્યારે જન ઊંઘે છે. જવાબ : વિદ્યા
ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો પથરાયું મુજ પર ઘાસ પશુ પક્ષીનું ઘર હું મને ઓળખો હું કોણ ? જવાબ : જંગલ
ટન ટન બસ નાદ કરે, ઘડિયાળ જોઈ સાદ કરે, સ્કૂલ નિશાળે એ લટકે રણકે તો બાળકો છટકે જવાબ : ઘંટ
ચાર પાયા પર ઉપર આડી છત, કરો તેના ઉપર બસ લખ લખ લખ જવાબ : ટેબલ
એ રાખે પૈસા, દરદાગીના, રક્ષે કપડાં સારાં સૌનાં તાળું મારી સુખથી સૂએ, લોકો ઘરમાં અચૂક વસાવે જવાબ : તિજોરી
ફાળ ભરે પણ મૃગ નહી, નહી સસલો નહી શ્વાન. મો ઉચુ પણ મોર નહી, ચતુર કરો વિચાર. જવાબ : દેડકો
તેર પગાળો તેતરો નેળિયે નાઠો જાય, રાજા પૂછે રાણીને આ ક્યુ જનાવર જાય. જવાબ : બળદગાડું
મારી બકરી આલો પાલો ખાય, પાણી પીવે તો ટપ દઈને મરી જાય. જવાબ : દેતવા
પઢતો પણ પંડિત નહી, પૂર્યો પણ નહી ચોર, ચતુર હોય તો ચેતજો, મધૂરો પણ નહી મોર. જવાબ : ભમરો
એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે..? જવાબ : સપનું
એવું શું છે જે પાણીમાં પડે તોય ભીનું ના થાય..? જવાબ : પડછાયો
જો તમારી પાસે ચાર ગાય અને બે બકરી છે તો તમારી પાસે કેટલા પગ છે..? જવાબ : બે
ખારા જળમાં બાંધી કાયા રસોઈમાં રોજ મારી માયા જન્મ ધર્યાને પારા છોડા, મારા દામ તો ઉપજે થોડા બોલો હું કોણ..? જવાબ : મીઠું
પગ વિના ડુંગરે ચડે, મુખ વિના ખડ ખાય, રાણી કહે રળિયામણું, ક્યુ જનાવર જાય ? જવાબ : ધુમાડો
ઘરમાં મહેમાનોને દેવાય વોટમાં નેતાઓને દેવાય આરામ કરવામાં વપરાય બોલો એ શું..? જવાબ : ખુરશી
હવા કરતા હળવો હું, રંગે બહુ રૂપાળો, થોડું ખાઉં ને ધરાઈ જાઉં, વધુ ખાઉં તો ફાટી જાઉં બોલો હું કોણ..? જવાબ : ફુગ્ગો
ઘરના દરવાજે રહે હંમેશા, ખુલે ત્યારે આનંદ લાવે સાથે. જવાબ: ડાક / લેટર
બહુ કામ કરે, પણ પગ નથી, રાહ બતાવે, પણ આંખો નથી. જવાબ: નકશો
મોઢું નહીં, પણ બોલે ઘણું, હાથમાં પકડો તો લાગે વજનું. જવાબ: પુસ્તક
ઘરના હોય છે રાજા અને રાણી, એક ઉભો રહે, એક છે વાંકી. જવાબ: કટલો અને ચમચી
મોંમાંથી નીકળે, પણ દેખાતું નથી, સાચું બોલું તો દુશ્મન પણ મણે છે. જવાબ: સચ્ચાઈ
હું છું સફરનો સાથી, પસંદ કરવો છું નકશો સાથે. જવાબ: કમ્પાસ
ખોલું તો ગીત વગાડે, બંધ કરું તો શાંતિ ભણાવે. જવાબ: મોબાઈલ / મ્યુઝિક એપ
અનાજ ખાવાનું કામ કરે, છતાં ક્યારેય ભૂખ્યું ન રહે. જવાબ: ઓટલો / થાળ
પાણી નથી, પણ સરસ વહી જાય, સૂર્યોદય પહેલાં સાંભળવા ભાય. જવાબ: વાંસળી / સંગીત
રાત આવે ત્યારે જગમગ થાય, દિવસે આંખો છાંદી ન જાય. જવાબ: વીજળી / લાઇટ
બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચ કચ માં બોલો એ શું..? જવાબ : કાતર
ચાર ખૂણાનું ચોકઠું, આભે ઉડ્યુ જાય, રાજા પૂછે રાણીને, આ ક્યુ જનાવર જાય. જવાબ : પતંગ
વાણી નહીં પણ બોલી શકે, પગ નથી પણ ચાલી શકે, વાગે છે પણ કાંટા નહીં, એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..? જવાબ : ઘડિયાળ
એવું શું છે જે આદમી પોતાની પત્ની અને સાળીની જોઈ શકે પણ પોતાની સાસુની જોઈ શકતો નથી. જવાબ : લગ્ન, સગાઈ
અડધું ફળ ને અડધું ફૂલ, જોવા મળું ના બાગમાં, રંગે કાળું પણ મધ મીઠું તો ઝટપટ કહો હું કોણ..? જવાબ : ગુલાબ જામુન
ચાર ભાઇ આડા ચાર ભાઈ ઉભા એક એકના અંગમાં બબ્બે જણ બેઠા. જવાબ : ખાટલો
સાત વેંતનું સાપોલિયું, મુખે લોઢાનાં દાંત, નારી સાથે રમત રમુ, જોઇને હસે કાંત. જવાબ : સાંબેલુ
પગ નથી, પણ ફરતું જાય, શબ્દ વિના બધું સમજાવાય. જવાબ: ચિત્ર
ચામડી જેવી લાગે, છતાં તે લખવા ભાગે. જવાબ: ખાદીનો ડાયરી કવર / નોટબુક
ઘરનું છે, પણ ચાલે રણમાં, એક પાંખે ગમે ત્યાં ધનના ધનમા. જવાબ: પંખો
દિવસે લૂકાય, રાતે ઝીલે, સૌના સપનામાં પ્રેમથી મળે. જવાબ: ચાંદ
કાળી પાંખે ઉડે આકાશે, છતા નથી પંખી, ન હોય નેવું તાશે. જવાબ: છત્રી
મોટા ઘરમાં નાનો રહેવાસી, સાંભળે બધું, કહે કશું નહિ. જવાબ: ટીવી
સફેદ સાડી, પાટલી કાય, બસ શાંતિથી બધું સાંભળાય. જવાબ: કાન
ઘર બેઠા ઘૂમાડે દુનિયા, સોશલ મિડિયાના રાજા ભાઈસા. જવાબ: મોબાઈલ
મૂંઢું નથી, પણ મોઢું ખૂલે, જ્યાં રહી એમ પાણી છૂલે. જવાબ: નળ