શુભ સવારના સંદેશ | Good Morning Quotes in Gujarati
શુભ સવારના સંદેશાઓ દિવસની શરૂઆત સકારાત્મકતા અને હૂંફ સાથે કરવાની એક મીઠી રીત છે. એક સરળ “શુભ સવાર” નોંધ, ભાવ અથવા શાયરી કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે અને તેમને પ્રેમ અને યાદગાર અનુભવ કરાવી શકે છે. આ સંદેશાઓ મોકલવાથી આપણને ખુશીઓ વહેંચવામાં, સારા વિચારો ફેલાવવામાં અને પરિવાર, મિત્રો અથવા પ્રિયજનો સાથેના આપણા બંધનને મજબૂત બનાવવામાં મદદ મળે છે. પછી ભલે તે પ્રેરણાદાયક વાક્ય હોય, વિચારશીલ ઇચ્છા હોય કે સંભાળ રાખનાર શુભેચ્છા હોય, શુભ સવારનો સંદેશ આખા દિવસ માટે યોગ્ય મૂડ સેટ કરે છે.
શુભ સવારના Quotes
જે વ્યક્તિ પોતાના માતા -પિતાનું સન્માન ન કરી શકે તેની પાસેથી બીજા નું સમ્માન કરવાની શું અપેક્ષા રાખી શકાય?
જિંદગીમાં સફળ થવા માટે વ્યવહારમાં બાળક, કામમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ હોવું જરૂરી હોય છે – શુભ સવાર
જીવનનો દરેક નવો દિવસ આપણને વધારે સારા બનવાનો મોકો આપે છે, કોશિશ કરવી કે આ મોકો વ્યર્થ ના જાય – શુભ સવારર
સુખ દુઃખના સરનામા ના હોય સાહેબ, અહીં તો આપણા મળે એ સુખ અને છુટા પડે એ દુઃખ, લાગણીઓ સચવાય એ સુખ અને દુભાય એ દુઃખ – શુભ સવાર
ફક્ત દુનિયાની સામે જીતનાર જ માત્ર વિજેતા નથી હોતો, કયા સંબંધોની સામે ક્યારે અને ક્યાં હારવું તે જાણનાર પણ વિજેતા છે. – શુભ સવાર
દરેક સળગતા દીવા નીચે અંધકાર હોય છે, દરેક રાત પાછળ એક પરોઢ હોય છે, લોકો મુશ્કેલી જોઈને ડરી જાય છે, પરંતુ દરેક મુશ્કેલી પાછળ સત્યની પરોઢ હોય છે. – શુભ સવાર
જો તમે શરીરને પ્રેમ હોય કરો છો, તો આસનો કરો, જો તમે શ્વાસને પ્રેમ કરો છો, પ્રાણાયામ કરો, જો તમે આત્માને પ્રેમ કરો છો, તો ધ્યાન કરો અને જો તમે ભગવાનને પ્રેમ કરો છો, તો શરણાગતિ લો. – શુભ સવાર
પૈસાથી મળેલું સુખ થોડા સમય માટે રહે છે … પરંતુ પ્રિયજનો તરફથી મળેલી ખુશી જીવનભર સાથે રહે છે. – શુભ સવાર
માનવી કાર્યશીલ રહે પણ પરિશ્રમ વિના સઘળું નિષ્ફ્ળ છે, પરિશ્રમ જીવનની ઉત્તમ ચાવી છે જે નિષ્ફ્ળતા ને સફળતામાં ફેરવી શકે છે, સફળતાની ટોચ પર પહોંચાડે તમને આ સવાર તેવી શુભકામના સંગે – શુભ સવાર
સારા મિત્ર, સારા સંબંધી, અને સારા વિચાર જેમની પાસે હોય છે, તેમને દુનિયાની કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી. – શુભ સવાર
સવારનો સોનેરી તડકો, સકારાત્મક ઉર્જા ભરે તડકો, ને જીવનમાં નવો ઉજાશ લાવે તડકો, સોનેરી પ્રભાતની સોનેરી શુભેચ્છાઓ.
સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર, સવાર સંગે જાગે સપનાઓ બને સાકાર, સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર, અઢળક શુભેચ્છાઓ – શુભ સવાર
તક મળતી રહે છે પણ યોગ્ય તક જડપી લેવી એ સમજણ ભર્યું કાર્ય છે, તમારા જીવનની યોગ્ય તક જડપી આગળ વધો તેવી શુભકામના – શુભ સવાર
ભાવસભર શ્રદ્ધાંજલિ સંદેશ અને કોટ્સ | Shradhanjali Message in Gujarati