દિવાળી નિબંધ | Diwali Essay in Gujarati
જાહેરમાં, ગુજરાતીમાં ‘દિવાળી’ એક એવા તહેવાર તરીકે ઓળખાય છે જે લોકોને આનંદ અને ઉર્જા આપે છે. તમે “ગુજરાતીમાં દિવાળી નિબંધ” શોધી રહેલા વિદ્યાર્થી હોવ કે “ગુજરાતીમાં દિવાળી નિબંધ” શોધી રહેલા વિદ્યાર્થી હોવ, અમે દરેક માટે સંપાદિત “ગુજરાતીમાં દિવાળી નિબંધ” પૂર્ણ કરવા માટે ખાસ રચાયેલ સંગ્રહ લાવ્યા છીએ.
ધોરણ 3 થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્તરે લખાયેલા નિબંધો વાંચો. “મારી લાગણીઓ” ની રસપ્રદ સારવારમાં ડૂબકી લગાવો અને ગુજરાતી ભાષાના સંપૂર્ણ આધ્યાત્મિક અર્થ, મહત્વપૂર્ણ રિવાજો સાથે તેની સુંદરતાનો અનુભવ કરો.
દિવાળી Essay
‘દિવાળી આવી, દિવાળી આવી,
સાથે નવા વરસની ખુશીઓ લાવી.’
દિવાળી એટલે ખુશી, પ્રકાશ, ફટાકડાં અને ઘરની સુંદરતા વધારવાનો તહેવાર. આસો માસ શરૂ થતા જ લોકો દિવાળીની તૈયારીઓ શરૂ કરે છે. લોકો ઘર સાફ કરે, દીવાલોને રંગે છે અને બારીબારણાંને ચમકાવે છે. નવા કપડાં, મીઠાઈઓ, ફટાકડાં અને શણગારની વસ્તુઓ ખરીદે છે. બજારમાં દુકાનો દીવા અને લાઇટોથી ઝગમગી ઊઠે છે.
દિવાળીની ઉજવણી પાંચ દિવસ સુધી ચાલે છે : ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ. ધનતેરસે લોકો લક્ષ્મીજીની પૂજા કરે છે. કાળી ચૌદસે કાલિકા માતાની આરાધના થાય છે. દિવાળી દિવસે વેપારીઓ ચોપડાં પૂજવે છે. નવા વરસે લોકો મંદિરે જઈને ભગવાનના દર્શન કરે છે અને સગાં-મિત્રોને શુભેચ્છા આપે છે. ભાઈબીજના દિવસે બહેન ભાઈને ઘરે બોલાવે છે, પ્રેમથી ભોજન કરાવે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે.
દિવાળીના દિવસોમાં બાળકો બહુ આનંદમાં રહે છે. તેઓ નવા કપડાં પહેરીને, ફટાકડાં ફોડી ને ખુશી માણે છે. ઘરો દીવડા, લાઇટો અને તોરણોથી શોભે છે. બહેનો આંગણે રંગોળી દોરીને સાથિયા ઊમેરી દે છે.
‘દિવાળીના પર્વે, ઘર-ઘર દીવા ઝળહળે,
ફટાકડાં ધડાકા કરે, બાળકો મનથી રમે.’
જેમ દિવાળીમાં ઘર સાફ થાય છે તેમ આપણું મન પણ શુદ્ધ કરવું જોઈએ. કોઈ સાથે મનમેળ ન રહ્યો હોય તો એને ભૂલી જવું જોઈએ. ‘માફ કરો અને ભૂલી જાઓ’ની ભાવના અપનાવીને અંતરના અંધકારને દૂર કરવાનો આ તહેવાર છે.
દિવાળી સૌને અતિ આનંદ આપે છે. તેથી તેને ‘તહેવારોનો રાજા’ કહેવાય છે.
ગુજરાતી અને અંગ્રેજીમાં રંગોના સુંદર નામો | Colors Name in Gujarati and English