ગુજરાતી અને અંગ્રેજીમાં રંગોના સુંદર નામો | Colors Name in Gujarati and English
સવારમાં જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ અને આંખો ખોલીએ છીએ, ત્યારે આપણાં ચારે બાજુ અનેક રંગો દેખાય છે. એમાંથી ઘણા રંગોના નામ કદાચ આપણને ખબર ન હોય, પણ હવે તમે સમજ્યા હશો કે ગુજરાતી અને અંગ્રેજીમાં રંગોના નામ જાણવું આપણાં માટે કેટલું મહત્વનું છે.
નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે. તમે ઘણી વખત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જાહેરાતમાં “16 મિલિયન કલર સપોર્ટ” એવું સાંભળ્યું હશે. શું આ વાત સાચી છે? હા, આ ડિજિટલ કલર છે, જે ત્રણ મુખ્ય રંગોના મિશ્રણથી બનાવવામાં આવે છે. માણસની આંખ આથી પણ વધારે રંગો ઓળખી શકે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ બહુ ઓછા રંગો જોઈ શકે છે.
કલરના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
પ્રાથમિક રંગો (મૂળભૂત રંગો)
પ્રાથમિક રંગોને આપણે મૂળભૂત રંગો તરીકે ઓળખીએ છીએ. આ એવા રંગો છે કે જેમાંથી બાકી બધા રંગો તૈયાર કરી શકાય છે. લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય પ્રાથમિક રંગો છે. જ્યારે આપણે આ રંગોને અલગ-અલગ રીતે ભેળવીએ છીએ ત્યારે અનેક નવા રંગો ઊભા થાય છે. ઉદાહરણ તરીકે, લાલ અને પીળો મળીને કેસરિયો રંગ બનાવે છે, જ્યારે પીળો અને વાદળી ભળી લીલો રંગ આપે છે. આ રીતે પ્રાથમિક રંગો રંગોની દુનિયાનું આધારસ્તંભ બને છે.
Primary Colors Name in English | Primary Colors Name in Gujarati |
---|---|
Red (રેડ) | લાલ (Lal) |
Yellow (યલો) | પીળો (Pilo) |
Blue (બ્લુ) | વાદળી (Vadli) |
ગૌણ રંગો (માધ્યમિક રંગો)
ગૌણ રંગો તે રંગો છે જે બે મુખ્ય રંગો ભેળવીને બને છે. જ્યારે આપણે લાલ અને પીળો ભેળવીએ ત્યારે નારંગી રંગ બને છે. પીળો અને વાદળી ભેળવીશું તો લીલો રંગ મળે છે. એ જ રીતે લાલ અને વાદળી ભેળવાથી જાંબલી રંગ ઊભો થાય છે. આ ત્રણેય રંગોને ગૌણ રંગો કહેવામાં આવે છે, કારણ કે એ મુખ્ય રંગોના સંયોજનથી બનાવાય છે. ગૌણ રંગો ચિત્રકળા, ડિઝાઇન અને રોજિંદા જીવનમાં સુંદરતા અને સંતુલન લાવવા માટે ઉપયોગી થાય છે.
Colors Name in English | Colors Name in Gujarati |
---|---|
Orange (ઓરેન્જ) | નારંગી (Narangi) |
Green (ગ્રીન) | લીલો (Lilo) |
Violet (વાયોલેટ) | વાયોલેટ (Viyolet) |
અન્ય જાણીતા રંગોના નામ (Famous Colors Name in Gujarati and English)
રંગોના નામ અંગ્રેજીમાં | રંગોના નામ ગુજરાતીમાં |
---|---|
White (વાઈટ) | સફેદ (Safed) |
Black (બ્લેક) | કાળો (Kalo) |
Purple (પર્પલ) | જાંબલી (Jambli) |
Brown (બ્રાઉન) | ભુરો (Bhuro) |
Gray (ગ્રે) | રાખોડી રંગ (Rakhodi Rang) |
Bronze (બ્રોન્ઝ) | કાંસ્ય રંગ (Kansya Rang) |
Silver (સિલ્વર) | ચાંદી જેવો રંગ (Chandi Jevo Rang) |
Gold (ગોલ્ડ) | સોનેરી રંગ (Soneri Rang) |
Copper (કોપર) | તાંબા જેવો રંગ (Tamba Jevo Rang) |
Maroon (મરૂણ) | મરૂન (Marun) |
Pink (પિન્ક) | ગુલાબી (Gulabi) |
Hot Pink (હોટ પિન્ક) | ઘાટો ગુલાબી (Ghato Gulabi) |
Khaki (ખાખી) | ખાખી રંગ (Khakhi Rang) |
Cream (ક્રીમ) | ક્રીમ (Krim) |
Sky Blue (સ્કાય બ્લુ) | વાદળી (Vadli) |
Navy Blue (નેવી બ્લુ) | નેવી બ્લુ (Nevi Blu) |
Dark Blue (ડાર્ક બ્લુ) | ઘાટો વાદળી (Ghato Vadli) |
Lavender (લેવેન્ડર) | લવંડર (Lavandar) |
Indigo (ઈન્ડિગો) | ઈન્ડિગો (Indigo) |
Lime (લાઇમ) | લીંબુ જેવો રંગ (Limbu Jevo Rang) |
Amber (એમ્બર) | એમ્બર (Embar) |
Ivory (આઈવરી) | હાથીદાંત જેવો રંગ (Hathi Dant Jevo Rang) |
Burgundy (બરગંડી) | બર્ગન્ડી (Bargandi) |
Beige (બેઇજ) | આછો પીળો (Acho Pilo) |
Charcoal (ચારકોલ) | કોલસાનો રંગ (Kolsa No Rang) |
Pastel Green (પેસ્ટલ ગ્રીન) | પેસ્ટલ ગ્રીન (Pestal Grin) |
Peach (પીચ) | આલૂ બદામ જેવો રંગ (Aalu Badam Jevo Rang) |
Fuchsia (ફુસીયા) | ફુસીયા (Fusiya) |
Magenta (મજેન્ટા) | ઘેરો ગુલાબી (Ghero Gulabi) |
Olive (ઓલિવ) | ઓલિવ લીલો (Olive Lilo) |
રંગોના પ્રકાર (Types of Colors)
ઘાટા રંગો (Dark Colors)
- આ પ્રકારમાં ઘેરા અને તીવ્ર શેડ્સ આવે છે. જેમ કે લાલ, કાળો, ભૂરો અને અન્ય ડાર્ક ટોનવાળા રંગો.
- આવા રંગો પ્રકાશને ઓછી માત્રામાં પરાવર્તિત કરે છે.
- નીચે તમને આવા રંગોના થોડા ઉદાહરણ મળશે:
- Black (કાળો)
- Charcoal (કોલસા જેવો રંગ)
- Navy Blue (નેવી બ્લુ)
- Olive Green (ઓલિવ ગ્રીન)
- Burgundy (બરગન્ડી)
- Dark Red (ઘાટો લાલ)
- Indigo (ઈન્ડિગો)
હળવા રંગો (Light Colors)
- આ કેટેગરીમાં નરમ અને ઠંડક આપતા રંગો આવે છે. ઉદાહરણ તરીકે સફેદ, લીલો, વાદળી, ગુલાબી વગેરે.
- આવા રંગો પ્રકાશને વધુ પ્રતિબિંબિત કરે છે.
- નીચે તમને આવા રંગોના ઉદાહરણ મળશે:
- White (સફેદ)
- Ivory (હાથીદાંત જેવો રંગ)
- Cream (ક્રીમ)
- Silver (સિલ્વર)
- Sky Blue (વાદળી)
- Pink (ગુલાબી)
ગરમ રંગો (Warm Colors)
- ગરમ રંગો હૂંફ, ઉત્સાહ અને ઉર્જાને દર્શાવે છે. આવા રંગો વાતાવરણમાં તીવ્રતા ઉમેરે છે.
- નીચે થોડા ગરમ રંગોના ઉદાહરણ છે:
- Red (લાલ)
- Orange (નારંગી)
- Yellow (પીળો)
- Warm Pink (વોર્મ પિન્ક)
- Warm shades of Brown (બ્રાઉનના ગરમ શેડ્સ)
ઠંડા રંગો (Cool Colors)
- ઠંડા રંગો શાંતિ, શીતળતા અને આરામની લાગણી આપે છે. આ રંગો ઠંડક સાથે જોડાયેલા છે.
- નીચે થોડા ઠંડા રંગોના ઉદાહરણ છે:
- Blue (વાદળી)
- Aqua (એક્વા)
- Mint Green (મિન્ટ ગ્રીન)
- Cool Gray (કૂલ ગ્રે)
- Lavender (લવંડર)
- Teal (ટીલ)
- Cool shades of Pink (ગુલાબીના કૂલ શેડ્સ)