કાનજી તારી મા કેસે | Kanji Tari Maa Kese Lyrics in Gujarati
કાનજી તારી મા કેસે Bhajan Lyrics
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી તારી મા….
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી તારી મા….
ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે… કાનજી તારી મા….
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે… કાનજી તારી મા….
ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
-નરસિંહ મહેતા
શ્રી હનુમાન ચાલીસા | shree hanuman chalisha Lyrics in Gujarati