ગોરી રાધા ને કાળો કાન | Gori Radha Ne Kalo Kan Lyrics in Gujarati
About Gori Radha Ne Kalo Kan Song
| મુદ્દો (Details) | માહિતી (Information) |
|---|---|
| ગીત (Song) | ગોરી રાધા ને કાડો કાન |
| એલ્બમ (Album) | Wrong Side Raju |
| ગાયક (Singer) | દિવ્ય કુમાર |
| ગીતકાર (Lyrics) | નિરેન ભટ્ટ |
| સંગીતકાર (Music) | સચિન-જીગર |
| અભિનય કરતા (Starring) | પ્રતિક ગાંધી, કિમ્બર્લી લુઇસા મેકબેથ |
| લેબલ (Label) | ઝી મ્યુઝિક કંપની |
ગોરી રાધા ને કાળો કાન Lyrics Song in Gujarati
હૈ થનગનતો આ મોરલો
એક એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા
ખરો કરાવ્યો મેળ રે
ખરો કરાવ્યો મેળ
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડાં ની પ્રીત છે
જગની રીતનું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
રાધા નું તનડું નાચે
મનડું નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
હે….કાના…..હો…..કાના
રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
ફેર ફરતા વેર ઘુમનતા
જોબનવંતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકતા
ખેલ કરતા સહેલ કરતા
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા
