લગ્ન કંકોત્રી ટહુકો 2025 | Kankotri Tahuko in Gujarati
લગ્ન એ આનંદનો પ્રસંગ છે. અને આ પ્રસંગનું આમંત્રણ આપણા સ્વજનોને મોટેભાગે કંકોત્રી મારફત આપીતા હોઈએ છીએ. અને આ લગ્ન કંકોત્રીને ખાસ બનાવતી પંક્તિઓ એટલે ટહુકો. દરેક કંકોત્રીમાં લગ્નનો હરખ દર્શાવતા જુદા જુદા ટહુકા જોવા મળતા હોય છે. અને આ પોસ્ટમાં આપને પણ મળશે જુદા જુદા ટહુકા જેનો તમે તમારા સ્વજનોના લગ્ન વખતે કંકોત્રીમાં છપાવવા માટે ઉપયોગ કરી શકશો.
1. અવસર છે આનંદનો, પ્રસંગ છે મિલનનો,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો…!
2. એક મીઠા પ્રસંગનું લાખેણું તેડું લાવી છું,
આમ તો છું સાવ નાનકડી
પણ મોટા મહેલે આવી છું.
કહેવાવ છું કંકોત્રી
પણ આપને તેડવા આવી છું.
3. ફૂલોની મહેક શ્વાસ માં ભળી જાય,
મહેંદી તણો શણગાર હાથ માં મળી જાય.
સુરજ તો સાંજે ઢળી જાય,
આપ મારા મામા ના લગ્ન માં પધારશો
તો સોનામાં સુંગધ ભળી જાય.
4. લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.
5. લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.
6. પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
7. પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
8. હદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા…
9. એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…
10. ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારી ખુષીયો કી કસમ, આપ કો આના હી હોગા…
11. મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાસા, શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં… વહેલા વહેલા આવજો લગ્ન મા…
12. તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
13. કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં…
14. તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈ ના લગનમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
15. કંકુ છાટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો…
16. દુલ્હા બનાહૈ ભૈયા હમારા, શાદી મે આપ આના જરૂર,
યુ તો હમ હૈ છોટે લેકિન આપકો યાદ દીલાયેંગે જરૂર…
17. સ્નેહ ના સંબંધ નું વાવેતર થશે
જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે
ત્રણેય લોકો માં શરણાઈ ગુંજશે
પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગન માં જરૂર પધારસો
18. વાગશે ઢોલ ને શરણાઈ ની ના સુર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે
રડીયામ્લી રાતે, સંગીત ના તળે રમસુ રાસે
આવો પધારો અમારા આંગણે,તમારા થી જ અમારી શોભા થશે
19. વાટ જોતા હતા જે ઘડી ની એ શુભ પલ આવી છે
ઘણી બધી વાતો છે દિલ મા , તમને કેહવી છે
આવો મળી ને આ ઉલ્લાસ ના પ્રસંગ ને માણીએ
પ્રેમ ભર્યા નિશ્વાર્થ હૃદય થી વાર વધુ ને વધાવીએ
20. મીઠા મધુર એવા લગ્ન ના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવ જો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો