આવેલો મનખો સુધારો: Avelo Mankho Sudharo Bhajan Lyrics Gujarati
Category | Details |
---|---|
Song | Aavelo Mankho Sudharo Guruji Mara |
Singer | Birju Barot |
Lyrics | Das Keval |
Music | Shri Pankaj Bhatt |
Recording | Kishor Bhatt |
Recording Studio | Shree Nilkanth Audio Art (Rajkot) |
DOP & Director | Dixit Chauhan |
Edit | Kishor Rajput |
Producer | Birju Barot |
Design | Aman Agola |
આવેલો મનખો સુધારો Lyrics in Gujarati
આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો,
આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો,
આવેલો મનખો સુધારો
લખચોરાંશીમા બહુ દિન ભટક્યા
ઘડી ઘડી પશુ અવતારો
લખચોરાંશીમા બહુ દિન ભટક્યા
ઘડી ઘડી પશુ અવતારો
રામ મળવાનો ગુરુ મારગ બતાવો
રામ મળવાનો ગુરુ મારગ બતાવો
મટી જાય ઘોર અંધારો ગુરુજી મારા
આવેલો મનખો સુધારો…………….
વારંવાર ગુરુ અરજી સાંભળો
સાંભળ્યા મે વેદ પુરાણો
વારંવાર ગુરુ અરજી સાંભળો
સાંભળ્યા મે વેદ પુરાણો
માયામાંથી આ જીવને ઉગારો
માયામાંથી આ જીવને ઉગારો
મટી જાય જનમ જંજાળો ગુરુજી મારા
આવેલો મનખો સુધારો…………….
તમે ગુરુજી મારા પરમ ઉપકારી
શિર પર પંજો તમારો
તમે ગુરુજી મારા પરમ ઉપકારી
શિર પર પંજો તમારો
ન ભૂલું ગુણ તમારા ગુરુજી
ન ભૂલું ગુણ તમારા ગુરુજી
તીરથ ફરુ રે હજારો ગુરુજી મારા
આવેલો મનખો સુધારો…………….
ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ
દાસ કૈવલને દર્શન આપો
ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ફોગટ
દાસ કૈવલને દર્શન આપો
ગુરુ બિન સહાય કોણ કરે જીવની
ગુરુ બિન સહાય કોણ કરે જીવની
સદાય ચરણમાં રે રાખો ગુરુજી મારા
આવેલો મનખો સુધારો………….