ગુજરાતના ઇતિહાસ પર સામાન્ય જ્ઞાનના 150+ પ્રશ્નો
1. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?
👉 મહાદેવભાઈ દેસાઈ
2. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?
👉 દાંડી યાત્રા
3. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની લડાઈને ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું ?
👉 અમદાવાદ મિલ સત્યાગ્રહ
4. કોણે દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી છે ?
👉 મહાદેવભાઈ દેસાઈએ
5. ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?
👉 માધવસિંહ સોલંકી
6. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ શું હતું ?
👉 મીનળ દેવી
7. સરદાર વલ્લભભાઈ પટેલે આદરેલ બારડોલી સત્યાગ્રહ ક્યાં વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
👉 ઈ.સ.1928
8. ઈ.સ.1020થી 1050માં વીસનગર વસાવનાર રાજા કોણ હતા?
👉 વિશળદેવ ચૌહાણ
9. ‘જ્યોતિપૂંજ’ પુસ્તકના લેખક કોણ છે ?
👉 નરેન્દ્ર મોદી
10. રાણકી વાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ?
👉 ઉદયમતી
11. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ જણાવો.
👉 જીવરાજ મહેતા
12. ક્યા સત્યાગ્રહ દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ ?
👉 ખેડા સત્યાગ્રહ
13. મહંમદ ગઝની સોમનાથ મંદિર પર ચડી આવ્યો ત્યારે ગુજરાતમાં ક્યા રાજાનું શાસન હતું ?
👉 ભીમદેવ પ્રથમ
14. ક્યા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા ?
👉 અરવિંદ ઘોષ
15. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?
👉 શ્રી મહેંદી નવાઝ જંગ
16. 1938માં સુરત જિલ્લાના હરિપુરામાં કોના અધ્યક્ષ પદ હેઠળ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ?
👉 સુભાષચંદ્ર બોઝ
17. પ્રાચીન કાળમાં ગુજરાતનું ક્યું બંદર મરી – મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું ?
👉 ભરૂચ
18. લોથલની શોધ કોણે કરી હતી ?
👉 ડો. એસ.આર.રાવ
19. ક્યા વર્ષમાં ગુજરાતને અલાઉદ્દીન ખલજીએ દિલ્હી સલ્તનતમાં ભેળવી દીધું હતું ?
👉 ઈ.સ.1304
20. આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માંગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ?
👉 શેઠ અંબાલાલ
21. તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ?
👉 મહેસાણા
22. ગૂજરાત વિદ્યાપીઠનો મંત્ર છે..…..
👉 સાવિદ્યા યા વિમુક્તયે
23. ક્યો રાજવી ‘ગુજરાતનો અશોક’ કહેવાય છે ?
👉 કુમારપાળ
24. ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ?
👉 ચાર
25. ફતેહપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ?
👉 અકબર
26. ન્યાયપ્રિય અને પવિત્ર સુલતાન તરીકે કોની ગણના થાય છે ?
👉 મુઝફ્ફરશાહ બીજો
27. ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
👉 1960
28. વડોદરા સ્ટેટનું મુંબઈ રાજયમાં વિલિનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતાં ?
👉 સર પ્રતાપસિંહ
29. ગુજરાત રાજયમાં સૌથી વધારે વાર મુખ્યમંત્રી તરીકે કોની વરણી થઈ છે ?
👉 નરેન્દ્ર મોદી
30. અમદાવાદના વિનોદ કિનારીવાળા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ?
👉 હિંદ છોડો
31. ભારતના ચાર ધામમાંથી એક છું, છ માળનું શિખર ધરાવું છું, મારો ઘુમ્મટ સાઈઠ સ્તંભો પર ઉભો છે. મને ઓળખો.
👉 દ્વારકાધીશ મંદિર
32. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું ?
👉 ચાંગદેવ
33. ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત્ થઈ ?
👉 બળવંતરાય મહેતા
34. ભારતના સંધમાં જોડાવાની સૌપ્રથમ પહેલ ક્યા રાજાએ કરી ?
👉 ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
35. ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ એ શબ્દ પ્રયોગ ક્યા શાસકના સમયમાં શરૂ થયેલો ?
👉 મૂળરાજ પ્રથમ
36. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?
👉 ડૉ.જીવરાજ મહેતા
37. મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદ ની સ્થાપના ક્યારે કરી ?
👉 સપ્ટેમ્બર – 1956
38. ગુજરાતમાં સહુ પ્રથમવાર રાષ્ટ્રપતિશાસન કયા વર્ષમાં લદાયું હતું ?
👉 1971
39. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?
👉 ઈ.સ.1960
40. ગોળીઓ પર કોઈના નામ સરનામાં હોતા નથી. આ વાકય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું ?
👉 ઠાકોરભાઈ દેસાઈ
41. ગુજરાત રાજયની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષપદે કયાં મહાનુભાવ હતાં ?
👉 શ્રી કલ્યાણજી મહેતા
42. મુળરાજ સોલંકી પોતાની રાજધાની ક્યા સ્થાપિત કરી હતી ?
👉 અણહિલપુર પાટણ
43. આઈ. આઈ. એમ. અમદાવાદની સ્થાપનામાં કયા મુખ્યમંત્રીશ્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે ?
👉 ડો.જીવરાજ મહેતા
44. નવનિર્માણ આંદોલન કયાં હેતુ માટે થયું હતું ?
👉 મોંઘવારી હટાવવી
45. ગાંધિનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરુઆત કયાં મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થયું ?
👉 શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ
46. ગુજરાતના સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?
👉 મહમૂદ બેગડો
47. કયાં રાજયપાલશ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું ?
👉 માનનીય શ્રી કે.કે. વિશ્વનાથન
48. ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં ?
👉 શ્રી બાબુભાઈ પટેલ
49. ઇ.સ. 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?
👉 અંબાલાલ સાકરલાલ દેસાઈ
50. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?
👉 મહાત્મા ગાંધી
51. ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈ – વે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ છે?
👉નરેન્દ્ર મોદી
52. મહાત્મા ગાંધીએ ક્યા વર્ષે દાંડીકૂચ કરી?
👉 1930
53. કાદંબરીના રચયિતા કોણ છે?
👉 બાણભટ્ટ
54. ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા હતા?
👉 સંજાણ
55. ગુજરાતનો દસ્તાવેજી ઈતિહાસ ક્યા સમયગાળાથી શરૂ થાય છે?
👉 મૌર્યકાળ
56. નરેન્દ્ર મોદીએ કર્મચારીઓને શું બનવાની શીખ આપી?
👉 કર્મયોગી
57. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું?
👉 પુષ્યગુપ્ત વૈશ્ય
58. રુદ્રમહાલય ક્યા શહેરમાં આવેલો છે?
👉 સિદ્ધપુર
59. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
👉 ગાંધીજી
60. ડભોઈ કિલ્લો……ના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો.
👉 સિદ્ધરાજ જયસિંહ
61. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
👉 જુનાગઢ
62. સોરઠ હરપ્પનનો ખ્યાલ સૌપ્રથમ આંદોલન સ્થળે સ્વીકૃત થયો હતો.
👉 રોજડી
63. મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી?
👉 ઈ.સ. 1026
64. અલાઉદ્દીન ખલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ ક્યો છે?
👉 કાન્હડે પ્રબંધ
65. હિન્દ સ્વરાજના લેખક કોણ છે?
👉 ગાંધીજી
66. રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રીગણેશ કર્યા. સૌપ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો?
👉 વિજાપુર
67. શ્રીકૃષ્ણને ક્યા સ્થળે તીર વાગ્યું?
👉 ભાલકાતીર્થ
68. ગુજરાતના ક્યા દેશી રજવાડા માટે આરઝી હકુમત રચાઈ હતી?
👉 જૂનાગઢ
69. સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી?
👉 ભાઈકાકા
70. 8 ઓગસ્ટે ક્યું આંદોલન શરૂ થયું?
👉 હિંદ છોડો
71. શંકરસિંહ વાઘેલા કેન્દ્રમાં ક્યા મંત્રી રહી ચૂકેલા છે?
👉 કાપડ મંત્રાલય
72. અમદાવાદનું પ્રાચીન નામ શું હતું?
👉 કર્ણાવતી
73. ક્યા રાજાએ ભીલ બર્બરકને નિયંત્રિત કરી બર્બરક જિષ્ણુ ખિતાબ અલંકૃત કર્યો?
👉 સિદ્ધરાજ જયસિંહ
74. ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ……..માં આવેલું છે.
👉 અનહિલવાડ પાટણ
75. ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યા વંશના હતા?
👉 ચાલુક્ય
76. જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો.
👉 રાયચંદભાઈ
77. જૂનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતયા ઉકેલવાનું માન કોના શિરે જાય છે ?
👉 ભગવાનલાલ ઈન્દ્રજી
78. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા.
👉 શ્રીમદ્ રાજચંદ્ર
79. અમદાવાદમાં આવેલી રૂપમંજરીની મસ્જિદ કોણે બંધાવી છે ?
👉 મહંમદ બેગડો
80. અલાઉદ્દીન ખલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા.
👉 ઉલુઘખાન, નુસરતખાન
81. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીએ તથા તેના સાથીદારોએ કુલ કેટલા દિવસની પદયાત્રા કરી હતી ?
👉 24 દિવસ
82. સત્યાગ્રહના લડવૈયા પૂ. રવિશંકર મહારાજનું જન્મસ્થળ જણાવો.
👉 ખેડા
83. સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે ?
👉 અંબાલાલ સાકરલાલ દેસાઈ
84. બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી ક્યા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ?
👉 1893
85. ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરામાં થઈ તે પહેલા ક્યા થઈ હતી ?
👉 સોનગઢ
86. ક્યા વર્ષમાં ગુજરાતમાં મોરબી ખાતે મચ્છુ ડેમ તૂટેલો ?
👉 ઈ.સ. 1979
87. ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક સાથે સંબંધિત નામ જણાવો.
👉 શ્યામજી કૃષ્ણ વર્મા
88. સાબરમતી આશ્રમ વર્ષ …….માં બંધાયો.
👉 1917
89. છોટે સરદાર તરીકે કોને ઓળખવામાં આવે છે ?
👉 ડૉ. ચંદુલાલ દેસાઈ
90. ક્યા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા ?
👉 ખેડા સત્યાગ્રહ
91. સિદ્ધપુર ખાતે આવેલ રૂદ્રમહાલયનો નાશ સૌપ્રથમ કોના દ્વારા કરાયો હતો ?
👉 અલાઉદ્દીન ખીલજી
92. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી ?
👉 અહમદશાહ
93. મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકી વંશની સ્થાપના ક્યા કરી હતી ?
👉 પાટણ
94. વસ્તુપાલ – તેજપાલનું નામ ક્યા રાજવી સાથે જોડાયેલ છે ?
👉 રાણા વીરધવલ
95. 1231 માં માઉન્ટ આબુમાં તેજપાલ દ્વારા બંધાયેલા નેમિનાથ મંદિરની છત ……..માંથી બનેલી છે.
👉 આરસ
96. મહારાણી વિક્ટોરિયાએ ક્યા રાજવીને ‘ફરઝંદે ખાસ દોલત ઈંગ્લિશિયા’નો ઈલ્કાબ આપ્યો હતો ?
👉 સયાજીરાવ ત્રીજા
97. મુસ્લિમ શાસક પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી ?
👉 પાટણ
98. ગુજરાતના ક્યા રાજવી દ્વારા મહાન જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપવામાં આવ્યો ?
👉 સિદ્ધરાજ
99. ગાયકવાડ સરકાર અને કાઠિયાવાડના રાજાઓ સાથે થયેલ ‘વોકર સેટલમેન્ટ’ શાને લગતું હતું ?
👉 ખંડણીની રકમ
100. સન 1948માં ‘સૌરાષ્ટ્ર’ રાજ્યની રચના થતા તેના રાજપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી ?
👉 જામસાહેબ દિગ્વિજયસિંહ
101. સુલતાન અહમદશાહે ગુજરાતમાં ‘વાંટાની પ્રથા’ દાખલ કરી તે કઈ બાબતને સ્પર્શતી હતી ?
👉 જમીન
102. ‘વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?
👉 મહિપતરામ રૂપરામ
103. ગુજરાતના પ્રાચીન ઈતિહાસનું સંશોધન કરનાર વિદ્વાનોમાં નામ સૌથી વધુ જાણીતું છે ?
👉 ડૉ. હસમુખ સાંકળીયા
104. ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?
👉 25 મે, 1915
105. ગુજરાતમાંથી આરબ આક્રમણકારોને હાંકી કાઢવા બદલ કોને અવનીજનાશ્રયનું બિરુદ પ્રદાન કરવામાં આવ્યું હતું ?
👉 પુલકેશી
106. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતુ તેવા પુરાવા ક્યા સ્થળેથી મળી આવ્યા છે ?
👉 લોથલ
107. ગુજરાતના સૌપ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા હતા ?
👉 બાબુભાઈ જશભાઈ પટેલ
108. સૌરાષ્ટ્રમાં વોકર સમાધાનની એક મહત્ત્વની કલમ કઈ હતી ?
👉 સ્ત્રી બાળહત્યાની પ્રથા પર પ્રતિબંધ, દૂધ પીતી
109. અણહિલવાડ પાટણનું અપભ્રંશ થયેલું નામ ક્યું છે ?
👉 અનાવાડા
110. ભાવનગર રાજ્યના ક્યા રાજવીને ‘મહારાજા રાવ’ તરીકેનો ઈલ્કાબ મળેલ હતો ?
👉 શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી
111. શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા ?
👉 રાણી નાયકા દેવી
112. ગુજરાતનું ક્યું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હરપ્પન સંસ્કૃતિનું સમકાલિન છે ?
👉 લાંઘણજ
113. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઈતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો ?
👉 શંકરલાલ પરીખ
114. પાલીતાણા ખાતે આવેલું શેત્રુજય જૈન મંદિર ક્યા શાસનકાળ દરમિયાન બંધાયેલું છે ?
👉 બ્રિટિશકાળ
115. ગુજરાત પર અલાઉદ્દીન ખલજીના આક્રમણ સમયે કોનું શાસન હતું ?
👉 કર્ણદેવ વાઘેલા
116. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?
👉 અસહકાર આંદોલન
117. મધ્ય યુગમાં વલભીના મૈત્રક રાજાઓ અને અન્ય રાજવીઓ પોતાને કોના ઉપાસક ગણાવતા ?
👉 શિવના ઉપાસક
118. ગુજરાતમાં સૌપ્રથમ નિઃશુલ્ક અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કોણે કરી હતી ?
👉 સયાજીરાવ ગાયકવાડ
119. 1857 ના સંગ્રામ દરમિયાન ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી ?
👉 ગરબડદાસ
120. મોગલ શાસન દરમિયાન અમદાવાદના ક્યા નગરશેઠ રાજ્યના ઝવેરી રહ્યા હતા ?
👉 શાંતિદાસ
121. પ્રખ્યાત ઈન્ડિયન નેશનલ આર્મી કેસ (INA case) દરમિયાન બચાવ પક્ષ તરીકે કોણે વકીલ તરીકેની મહત્ત્વની દલીલો કરી હતી ?
👉 ભુલાભાઈ દેસાઈ
122. ‘ઈન્ડિયન સોશિયલોજિસ્ટ’ સામયિક કોણ ચલાવતું હતું ?
👉 શ્યામજી કૃષ્ણ વર્મા
123. કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે કહેવાયા હતા ?
👉 વર્ષ 1891
124. પદ્મનાભ કૃત કાન્હડે પ્રબંધ ….. ભાષામાં છે.
👉 ગુજરાતી
125. ગુજરાતના સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન, બહાદુરશાહને કોણે મારી નાખ્યો ?
👉 પોર્ટુગીઝ
126. મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના ક્યા રાજવીના શાસન કાળમાં બંધાયું હતું ?
👉 ભીમદેવ પહેલો
127. ગાંધીજી માનતા કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીને સંસ્કૃતનું જ્ઞાન આપનાર શિક્ષકનું નામ જણાવો
👉 કૃષ્ણાશંકર માસ્તર
128. અહલ્યાબાઈ હોલ્કરે ગુજરાતના ક્યા મંદિરનો પુનરોદ્વાર કરાવ્યો હતો ?
👉 સોમનાથ મંદિર
129. મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડી કૂચ ક્યા દિવસે દાંડી પહોંચી ?
👉 5 એપ્રિલ
130. જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને સમકાલીન ઈતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ’ ગણાવ્યું છે ?
👉 સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગરનું વિલીનીકરણ
131. વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને ક્યા વર્ષમાં પદભ્રષ્ટ કરાયા હતા ?
👉 ઈ.સ. 1875
132. ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઈતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે ?
👉 પ્રબંધચિન્તામણિ
133. સિદ્ધરાજ જયસિંહના નામ સાથે વણાયેલું સ્થળ વઢવાણ ક્યા જિલ્લામાં આવેલું છે ?
👉 સુરેન્દ્રનગર
134. ‘લાંઘણજ’ નામની પ્રાગઐતિહાસિક જગ્યા ક્યા જિલ્લામાં આવેલી છે?
👉 મહેસાણા
135. ગુજરાતના ક્યા યુગમાં વિદેશીઓ ગુજરાતને ખંભાતનું રાજ્ય કહેતા હતા ?
👉 સલ્તનત
136. ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વખત વિલાયત જવા ક્યારે રવાના થયા?
👉 1888
137. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ હતા. તેઓએ સિદ્ધપુરમાં નિર્માણ કરાવેલું હતું ?
👉 રુદ્રમહાલય
138. રાશિ ચિહ્નો સાથે સિક્કાઓ ક્યા શાસકે જારી કર્યા હતા ?
👉 જહાંગીર અથવા શાહજહાં
139. વસ્તુપાળ અને તેજપાળ રાણા વીરધવલના મંત્રીઓ હતા, તે રાજ્ય હાલનો ક્યો વિસ્તાર ?
👉 ધોળકા
140. ગુજરાતના પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ ક્યા થયો હતો ?
👉 રંગૂન (મ્યાનમાર)
141. સાતમી સદીમાં ગુજરાતમાં આવેલા પારસીઓ ઈરાનમાં હતા ત્યારે તેમનો મૂળ ધર્મ ક્યો હતો ?
👉 જરથ્રુસ્ટ ધર્મ
142. સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્યા સેનાની ગુજરાતમાં 15 દિવસ રોકાયા હતા ?
👉 તાત્યા ટોપે
143. વડોદરાના પ્રથમ નિવાસી અધિકારી તરીકે મેજર એલેકઝાન્ડર વોકરની નિયુક્તિ કોણે કરી હતી ?
👉 ગવર્નર ડંકર
144. અંગ્રેજ સરકારની અપુત્ર મરનાર રાજવીના રાજ્યને ખાલસા કરવાની નીતિના કારણે ગુજરાતનું ક્યું રાજ્ય ખાલસા થયું હતું?
👉 સુરતના નવાબનું રાજ્ય
145. સિદ્ધરાજ જયસિંહે સોમનાથ યાત્રાળુઓનો કર માફ કર્યો હતો?
👉 હા
146. મહાગુજરાત આંદોલનનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?
👉 વર્ષ 1956
147. સામાજિક ધાર્મિક સંસ્થા……….ના સહસ્થાપક સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા.
👉 માનવધર્મ સભા
148. ક્યો માટીકામ તબક્કો મહાભારત સાથે સંકળાયેલ છે ?
જવાબ: ઉત્તરીય કાળી પોલીશના વાસણો
149. ઈ.સ. 1916માં વડોદરા રાજ્ય પ્રધાનમંડળની સ્થાપના કોણે કરી હતી ?
👉 સયાજીરાવ ગાયકવાડ
150. ગુજરાતના ક્યા મુઘલ સમ્રાટ ગુજરાતમાં જન્મ્યા હતા ?
👉 ઔરંગઝેબ
151. આઝાદીના ક્યા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ પ્રાપ્ત થયું હતું?
👉 ખેડા સત્યાગ્રહ
152. શાળા ત્યાં પુસ્તકાલયની નીતિ ક્યા રાય દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ?
👉 વડોદરા
153. પ્રાચીન સમયમાં ભરૂચ શહેરનો ઉલ્લેખ ક્યા નામથી થતો ?
👉 બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાઝા
154. ગાંધીજીના રાષ્ટ્રવાદી વિચારની વિશેષતાઓ કઈ કઈ છે ?
👉 સહાનુભૂતિશીલ વલણ, સહિષ્ણુતા, આધ્યાત્મિકતા
155. બેંક ઓફ બરોડાની સ્થાપના કોણે કરી હતી?
👉 સયાજીરાવ ગાયકવાડે
156. વર્ષમાં અમદાવાદની કિલ્લેબંધી પૂર્ણ કરવામાં આવી હતી કહે છે.
👉 ખીરક
