મારી ઝુપડીયે આવો મારા રામ | Mari Zupadiye Aavo Mara Ram Lyrics in Gujarati
About of Mari Zupadiye Aavo Mara Ram
Detail | Information |
---|---|
Song Title | Mari Zupadiye Aavo Mara Ram |
Singer | Master Rana |
Music Label | Aavo Mara Ram |
Music Composer | Appu |
Lyrics | Traditional |
મારી ઝુપડીયે આવો મારા રામ Song Lyrics
મન નો મોરલીયો રટે તારુ નામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
સુરજ ઊગે ને મારી ઊગતી રે આશા
સંધ્યા ઢળે ને મને મળતી નીરાશા
સુરજ ઊગે ને મારી ઊગતી રે આશા
સંધ્યા ઢળે ને મને મળતી નીરાશા
રાત દિવસ મને સુઝે નહી કામ
રાત દિવસ મને સુઝે નહી કામ
મારી ઝૂંપડીએ આવો મારા શ્યામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
આંખલડીએ મને ઓછું દેખાય છે
દર્શન વિના મારુ દિલડુ દુભાય છે
આંખલડીએ મને ઓછું દેખાય છે
દર્શન વિના મારુ દિલડુ દુભાય છે
નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ
નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
એકવાર વાલા તારી જાંખી જોતાયે
આંસુના બિંદુથી ધોવુ તારા પાયે
એકવાર વાલા તારી જાંખી જોતાયે
આંસુના બિંદુથી ધોવુ તારા પાયે
માગુ સદા તારા ચરણોમાં વાસ
માગુ સદા તારા ચરણોમાં વાસ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
રઘુવીર રામને બહુ હું યાચું
ધ્યાન શાંતીનું કરજો ને સાચું
રઘુવીર રામને બહુ હું યાચું
ધ્યાન શાંતીનું કરજો ને સાચું
સપનુ સાકાર કરો મારા રામ
સપનુ સાકાર કરો મારા રામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મન નો મોરલીયો રટે તારુ નામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ
મારી ઝૂંપડીએ આવો મારા રામ.