લોકપ્રિય ગુજરાતી કહેવતો અને તેના અર્થ| Gujarati Kahevato and Meaning
કહેવત એટલે શું? કહેવત શબ્દોનો અર્થ શું?
કહેવત એ લોકોના જીવનના અનુભવ પરથી બનેલી સૂત્રાત્મક લોકોક્તિ છે.
“કહેવત એટલે સમજદાર મનુષ્યોના વચનોના બાણ.”
દુનિયાની દરેક ભાષામાં ઘણી ઓછી કે વધારે કહેવતો, ઉખાણાં જોવા મળે છે. કહેવતોના અર્થ અલગ-અલગ વિદ્વાનો અને અનુભવી લેખકોએ જુદા રીતે સમજાવ્યા છે. છતાં એ બધામાંથી એક સામાન્ય અર્થ એવો જ મળે છે કે કહેવત એટલે “પરંપરા પ્રમાણે લોકમાં બોલાતાં બોધરૂપ અને દષ્ટાંતરૂપ વાક્યો કે વચનો.”
દરેક ભાષામાં લખાણની શરૂઆત પહેલાંથી જ લોકોના અનુભવ અને સમજ કહેવતોમાં વ્યક્ત થતા આવ્યા છે. એ કહેવતરૂપ ડહાપણ એક માણસના મોઢેથી બીજા માણસના મોઢે, એક જમાનાથી બીજા જમાનામાં વારસાની જેમ પહોંચ્યું છે.
રીત-રિવાજ, આચાર-વિચાર, ધર્મ-શ્રદ્ધા, વેહેમ અને નીતિ-રીતિ ઉપર પ્રજાની કહેવતો પ્રકાશ પાડે છે. જે વાતોએ પ્રજાના જીવન પર ઊંડી અસર કરી હોય છે, એ જ કહેવતોમાં વ્યક્ત થતી જોવા મળે છે.
કહેવતો અને તેના અર્થ
નહીં ઘરના કે નહીં ધાટના- બન્ને માંથી એકેય તરફ ના ના રેહવું.
મોરનાં ઈંડા ચીતરવાં ન પડે- માતા પિતાના સંસ્કાર સંતાનોમાં આપો આપ ઉતરે જે કેળવવા ના પડે.
બોલે તેના બોર વેચાય- જે વ્યક્તિ બોલે તે કૈક કરી શકે.
ભસતો કૂતરો કરડે નહી- બોલનાર માણસ કામ કરવામાં કાચો હોય છે.
ગામમાં ધર નહિ અને સીમમાં ખેતર નહિ- સાવ ગરીબ હોવું.
કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું- અકસ્માતે ઘટના બનવી.
સત્તા આગળ શાણપણ નકામું- અધિકારીને સલાહ ન અપાય.
રજનું ગજ કરવું- નાની વાતને ખુબ મોટું સ્વરૂપ આપવું.
કૂતરાનો સંઘ કાશીએ ન પહોચે- અંદર અંદર લડાઈ કરનારા કશી સફળતા મેળવી શકતા નથી.
ન બોલવા માં નવ ગુણ- જરૂર ના હોય ત્યાં ના બોલવું.
ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન- બધા મૂર્ખ વચ્ચે, થોડો હોશિયાર માણસ પણ શાણો.
સંપ ત્યાં જંપ- બધા વ્યક્તિઓ માં સંપ હોય તો શાંતિ હોય.
લંગડી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે- એક વ્યક્તિ કામ કરે અને બીજા ઘણા વ્યક્તિ ને તેજ કામમાં રોકી રાખે.
વાવો તેવું લણો- કામ કરો તેવું ભોગવવું પડે.
ટીપે ટીપે સરોવર ભરાય- થોડી થોડું ભેગું કરતા વધુ માત્રા માં એકઠું થાય.
દૂર થી ડુંગર રળિયામણાં- દૂર થી બધું સારું લાગે.
શેરને માથે સવાશેર- તાકાતવર ને તેનાથી વધુ તાકાતવર મળેજ.
વધુ હાથ રળિયામણા- એક કરતા વધુ વ્યક્તિ કામ કરતા ઝડપી થાય.
કૂતરાની પૂંછડી જમીન મા દાટો તો પણ વાંકી ને વાંકી જ રહે- માણસ પોતાની પ્રકૃતિ કોઇ દિવસ ના ભૂલે.
અન્ન તેવો ઓડકાર – કરો તેવું પામો, વાવે તેવું લણે / કરણી તેવી ભરણી.
લડે સિપાઈને જશ જમાદારને – રાંધે કોક ને જમે લોક / કમાય ટોપીવાળા ને ઉડાવે ધોતીવાળા / ખોદે ઉદર ને ભોગવે
ભોરિંગ / વાવે કલજીને લણે લવજી / જમવામાં જગલો ને કૂટવામાં ભગલો / કીડી સાંચે ને તેતર ખાય.
અધૂરો ઘડો વધારે છલકાય – ઢમઢોલ માહે પોલ / ખાલી ચણો વાગે ઘણો.
રાંડયા પછીનું ડહાપણ શું કામનું ? – પાણી પીને ઘર શુ પૂછવું ? / અવસર ચૂક્યો શા કામનો ?
વરની મા વરને વખાણે – મારા છગન મગન સોનાના, પોતાની માને ડાકણ કોણ કહે ? / આપણી રૂડી ને બીજાની બાપડી / પાડોશી પિત્તળના ને ગામના ગારાના.
ભૂત મરે ને પલિત જાગે – બકરી કાઢતા ઊંટ પેસવું / સાપ કાઢતા ઘો પેઠી.
પડી ટેવ તે ટળે નવ ટાળી – દોરડી બળે પણ વળ ન મૂકે / કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી,
કાંકરે કાંકરે પાળ બંધાય – ટીપે ટીપે સરોવર ભરાય.
ભાવતું હતું ને વૈદે કહ્યું – દોડવું હતું ને ઢાળ મળ્યો / રોતી હતીને પિયરિયાં મળ્યાં.
ભસતા કૂતરાં કરડે નહીં – ગાજયા મેહ વરસે નહીં.
બે હાથ વિના તાળી ન પડે. – ઝાઝા હાથ રળિયામણા.
બોલે તેના બોર વેચાય – માગ્યા વિના માય ના પિરસે,
ખાડો ખોદે તે પડે – હાથના કર્યા હૈયે વાગે.
બળિયાના બે ભાગ – મારે તેની તલવાર.
દાઝ્યા પર ડામ – પડયા પર પાટું.
સોડ તેવો સાથરો – ચાદર પ્રમાણે પગ લંબાવવા,
ઉલેચે અંધારું ન જાય – ડાંગ મારે પાણી જદું ન થાય.
ભેંસ આગળ ભાગવત – અંધા આગળ આરસી.
ઉજળું એટલુ દૂધ નહીં – પીળું એટલું સોનુ નહીં.
વિશ્વાસે વહાણ ચાલે–વિશ્વાસ જીવનનો શ્વાસ છે
બુદ્ધી આગળ બળ પાણી ભરે – કામ કળથી થાય બળથી નહીં.
જાત વિના ભાત ન પડે જાત મહેનત ઝિંદાબાદ. – આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.
થઈ ગુજરી સંભળાવવી – ગઈ તિથિ વાંચવી.
સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ – માર બૂકાતું ને કર સીધું
દાનત તેવી બરકત – ભાવના તેવી સિદ્ધિ
ધીરજના ફળ મીઠાં – ઉતાવળે આંબા ન પાકે.
વગ ત્યાં પગ – વાડ વિના વેલો ન ચડે.
બાપ તેવા બેટા ને વડ એવા ટેટા – મા એવી દીકરી અને ઘડો એવી ઠીકરી.
કરે ચાકરી તો પામે ભાખરી – કરે સેવા તો પામે મેવા.
કરડે માંકડને માર ખાય ખાટલો – પાડાને વાંકે પખાલીને ડામ.
કળથી થાય તે બળથી ન થાય – બુદ્ધિ આગળ બળ પાણી ભરે.
ગામનો જોગી જોગટો પરગામનો સિદ્ધ – ઘરકી મુગી દાલ બરાબર..
ગાંડાંના ગામ ન વસે – મુરખને માથે કાંઈ શિંગડાં ન હોય.
ટકાની ડોશી ને ઢબુ મૂંડામણ – પાયલાની પાડી ને પૂળો ચરાઈ.
ખારા જળનું માછલું મીઠા જળમાં મરે – છાણનો કીડો ઘીમાં મરે
જાગ્યા ત્યાંથી સવાર – ભૂલ્યા ત્યાંથી ફેર ગણો.
કશકા ખાંડે ચોખા ન મળે – પાણી વલોવ્યે માખણ ન નીકળે.
પાપડી ભેગી ઈયળ બફાય – સૂકા ભેગુ લીલું બળે.
જીવતાની ખોટ મૂએ જાય – પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય.
જે ન કરે વૈદ તે કરે દૈવ – દવા ન કરે તે દુઆ કરે.
જેવો રાજા તેવી પ્રજા – જેવો શેઠ તેવો વાણોતર.
બોલ્યુ વાયરે જાય, લખ્યુ લેખે થાય – લખાણું તે વંચાણું.
સંગ તેવો રંગ – સોબત તેવી અસર.
ભાગ્યશાળીને ભૂત રળે – ભળતામાં વધારે ભળે.
નીતી હોય તે જાણે – ઘાયલની ગત ઘાયલ જાશે.
ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો – બે ઘરનો પરોણો ભૂખે મરે.
રામ રાખે તેને કોણ ચાખે ? – અલ્લા યાર તો બેઠા પાર.
એક કાંકરે બે પક્ષી મારવાં – એક પંથ ને દો કાજ.
ઘરનાં છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આટો – ઘર બાળી તીરથ કરવું.
નામ મોટા ને દર્શન ખોટાં – મોટા એટલા ખોટા.
રૂપે રૂડા ને કર્મે કૂંડા – રૂપે રૂડી કર્મે ભૂંડી.
જીવતો નર ભદ્રા પામે – શિર સલામત તો પઘડિયા બહોત.
હસે તેનુ ઘર વસે – હસ્યા તેનાં વસ્યાં અને રોયાં તેણે ખોયા.
સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો – સો સુનારનો એક લુહારનો.
સબસે બડી ગ્રૂપ – ન બોલ્યામાં નવ ગુણ.
સઈની સાંજ અને મોચીનું વહાણું – અગત્સ્યના વાયદા.
વખત તેવાં વાજાં – વખતના ગીત વખતે ગવાય.
લોભે લક્ષણ જાય – અતિલોભ પાપનું મૂળ.
લીલા વનના સૂડા ઘણા – મધુ હોય ત્યાં માખી ભર્મ.
ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાખરો – કાળના કોદરાય ભાવે.
મર કહેવાથી કોઈ મરતું નથી – બિલાડીના કહેવાથી શીકાં ન તૂટે.
મફત કા ચંદન ઘસ બે લાલજી – મફતનાં મરી કોને તીખાં લાગે ?
બાંધે પોટલે વેપાર થાય નહીં – બોલે તેનાં બોર વેચાય.
પ્રભુ પાધરા તો વેરી આંધળા – રામ રાખે તેને કોણ ચાખે ?
હસે તેનું ધર વસે- હસતો વ્યતિ બધાને સારો લાગે.
પારકી આશા સદા નીરાશા- બીજા ઉપર આધાર રાખી ક્યારેય ના જીવાય.
દશેરા ના દિવસે ઘોડા ન દોડે- જરૂર હોય ત્યારે જ વસ્તુ કે વ્યક્તિ કામ ના કરે.
એક સાંધતા તેર તૂટે- એક વસ્તુ સરખી કરતા બીજી બગડે.
કૂવામાં હોય તો અવાડામાં આવે- બાપ પાસે હોય તો દીકરા ને મળે. ગાંડાના ગામ ન હોય- મૂર્ખ માણસ તો ગમે ત્યાં મળી જાય.
સુકા સાથે લીલુ પણ બળે- દોશી સાથે નિર્દોષ પણ મુશ્કેલી માં મુકાય.
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય- તક મળતા તરત ઝડપી લેવાય.
પગ જોઈને પથારી તાણો- પોતાની શક્તિ જોઈને કામ કરવું.
વીતી હોય તે જાણે- દુઃખનો અનુભવ તો દુઃખી જ જાણતો હોય.
વઢકણી વહુએ દીકરો જણ્યો- પોતાનો ઉગ્ર સ્વભાવ હતો અને વધુમાં મિથ્યાભિમાન ભળ્યું.
જુવાનીનું રળ્યું ને પરોઢિયાનું દળ્યું- સમયસર કામ કરેલું જ ઉપયોગી બને
મેરી બિલ્લી મુજકો મ્યાઉ?- જેને આશરો આપ્યો તે જ બેવફાઈ કરે.
ચોરનો ભાઈ ઘંટી ચોર- બંને પક્ષ સરખા
પાડાના વાંકે પખાલીને ડામ- ગુનો બીજો કરેને સજા બીજાને મળે.
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?- અનુભવ ના હોય તેને આનંદની ખબર ક્યાંથી?
રાજા ને ગમી તે રાણી- જેને જે પસંદ આવે તે, તેમાં અન્ય વ્યક્તિ ના અભિપ્રાય નું શું કામ. ઓછું પાત્રને અદકું ભણ્યો- જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે.
ખાલી ચણો વાગે ઘણો- અધૂરા જ્ઞાનવાળો વધુ બડાશ મારે.
કીડીને કણ અને હાથીને મણ- જેટલી જેની જરૂરત તે પ્રમાણે તેને મળવું જોઈએ.
સુથારનું મન બાવળિયે- દરેક વ્યક્તિને તેના ધંધા પ્રમાણે સ્વાર્થમાં નજર હોય.
ધરમની ગાયના દાંત ના જોવાય- મફત મળેલી વસ્તુના દોષ ન જોવા.
ગરજે ગધેડાને બાપ કહેવો- ગરજમાં પાત્રતા જોવામાં આવતી નથી.
ઝાઝી કીડીઓ સાપને તાણે- આઓછા બળવાન પણ વધારે સંખ્યામાં હોય તો બળવાનને પણ હંફાવે
કાશીએ કાગડા કાળા- બધે એક સરખી પરિસ્થિતિ હોવી.
પહેલો સગો પાડોશી- મુશ્કેલીમાં પાડોશી જ કામ આવે.
રંકને ઘેર રતન- ગરીબ મા બાપના ઘરે તેજસ્વી સંતાન.
કાચના ઘરમાં રહીને પથ્થર ન ફેંકાય- દોષિત માણસ બીજાના દોષ ન કાઢી શકે.
ડાંગે માર્યા પાણી જુદા ન પડે- સાથે રહેતા હોય તે જલદી જુદા ન થઈ શકે
મનમાં પરણ્યા ને મનમાં રાંડ્યા- પોતાના સુખ દુઃખની બીજાને ખબર ન હોવી.
દીકરી અને ગાય દોરે ત્યાં જાય- દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે
પાપડી ભેગી ઈયળ બફાય- ખરાબ માણસ સાથે સારાને પણ નુકસાન થાય
કોટમાં માળા અને હેયે લાળા- બહારનું અને અંદરનું વર્તન જુદું હોવું.
સંઘર્યા સાપ પણ કામ આવે- નકામી વસ્તુ પણ ક્યારેક કામમાં આવી જાય.
સોનાં કરતાં ધડામણ મોઘું- વસ્તુ કરતાં તેની પાછળ થનાર ખર્ચ વધુ.
એક પગ દૂધમાં ને એક પગ દહીમાં- બેઉ બાજુનો લાભ મેળવવા પ્રયત્ન કરવો.
જાગ્યા ત્યારથી સવાર- નવા અનુભવથી નવી જિંદગી શરૂ કરવી.
દૂઝણી ગાયની લાત પણ સારી- ફાયદો કરાવનાર વ્યકતિના દોષ પણ સહી લેવા.
હાથી જીવે ત્યારે લાખનો, મારે તો સવા લાખનો- વ્યક્તિની કિંમત જીવતા થતી નથી, મર્યા પછી થાય છે.
લખ્યા લેખ મટે નહી- નસીબમાં હોય તેજ થાય.
અધૂરો ઘડો વધુ છલકાય- અપૂર્ણ માણસ વધુ ડંફાશ મારે
બાવાના બેઉ બગડ્યાં- સાચી ધર્મભાવના વગરના ગુરુ હોય તો તે સંસાર સુખ તથા આધ્યાત્મિક સિદ્ધિ બંને ગુમાવે એટલે બંને તરફથી તેને લાભ ગુમાવવો પડે.
નાદાનની દોસ્તીને જાનનું જોખમ- મૂર્ખ મિત્રની દોસ્તી નુકસાન કરે
છીંડે ચડ્યો તે ચોર- ચોરીની જગ્યાએ પકડાયો તે ચોર.
ખોદ્યો ડુંગરને નીકળ્યો ઉંદર- મહેનત ઘણી કરી પણ પરિણામ શૂન્ય.
સોનાની કટાર પેટમાં ન મરાય- યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ શોભે
સંઘર્યા સાપ પણ કામ લાગે- સાચવી રાખેલી તુચ્છ વસ્તુ પણ ઘણી વખત ઉપયોગી બને છે.
ધોબીનો કૂતરો નહી ઘાટનો કે નહી ઘરનો- બે પક્ષમાં કામ કરનાર માણસને સારો લાભ મળે નહીં
ઉતર્યો અમલદાર કોડીનો- સત્તા ગયા પછી માણસની કિમત રહેતી નથી
સંગ તેવો રંગ- સોબતની અસર થાય જ
આંધળું દળેને કૂતરાં ખાય- મૂખાની કમાણી વ્યર્થ જાય
પારકી આશા સદા નિરાશા- જાત મહેનત વગર કોઈ કામ થાય નહી
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન- જ્યાં અભાવ હોય ત્યાં સામાન્ય વસ્તુ પણ કીમતી ગણાય
પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય- સ્વભાવ બદલવો મુશ્કેલ છે
આંખનું કાજળ છાલે ઘસ્યું- મૂખાઈ રજૂ કરવી
કુમળું ઝાડ વાળીએ તેમ વળે- નાનપણમાં સારી ટેવો પડાય
ભણતાં પંડિત નીપજે- મહાવરાથી કૌશલ્ય વિકસે છે
અંધેરી નગરીને ચોપટ રાજા- વહીવટદાર નબળો તો રાજ્ય અમલમાં અંધેર
સો દિવસ સાસુના તો એક દિવસ વહુનો- વારા ફરતી વારો આવે જ
એક મરણિયો સો ને ભારે પડે- રવાની તૈયારી હોય તો સફળ થવાય
નકલમાં અક્કલ ન હોય- અનુકરણ કરવામાં બુદ્ધિની જરૂર પડતી નથી
કાળા કાળા મંકોડાને રાતી રાતી ધીમેલો- અભણને માટે સારું ખરાબ બધું જ એકસરખું
શેઠની શિખામણ ઝાંપા સુધી- મોટા માણસની સલાહ થોડો જ સમય સુધી ધ્યાનમાં લેવાય છે શિયાળ તાણે સીમભણીને
કૂતરું તાણે ગામ ભણી- વિરુદ્ધ દિશાની ખેચતાણ થવી
વહુની રીસને સાસુનો સંતોષ- એકનો ગુસ્સો ને બીજાનો લાભ
સાઠે બુદ્ધિ નાઠે- ઉમર વધે એટલે બુદ્ધિ ઘટે
સાપ મરે નહી ને લાઠી ભાગે નહી- નુક્સાન થયા વિના કામ થાય
માગવી ભીખ ને રાખવા થોભિયા- ભીખ માગવી ને ઉપરથી વટ દાખવવો
લંકાની લાડીને ઘોઘાનો વર- બે ભિજ્ઞ પ્રદેશના લોકોનું મિલન
નામ મોટાં ને દરશન ખોટાં- નામ પ્રમાણે ગુણ હોતા નથી
ગંગા નાહ્યાં- પાર પડી ગયા
હાથીનાં દેખાડવાના અને ચાવવાના દાંત જુદા- માણસની કથની ને કરણીમાં અંતર જોવા મળે છે.
કામ કામને શીખવે- કામથી નવું જાણવા મળે
નમે તે સૌને ગમે- નમ્રતા એ સૌથી મોટો ગુણ છે
ઉલમાંથી ચૂલમાં પડ્યા- નાની મુશ્કેલીઓમાંથી મોટી મુશ્કેલીમાં પડવું