પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યનો ગુજરાતી સમુદાય, તેની મજબૂત વ્યાપારિક માનસિકતા માટે વિશ્વભરમાં જાણીતો છે. આ ગુણ તેમની પરંપરાઓ, ઇતિહાસ અને રોજિંદા જીવનશૈલીમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. ઘણા પરિબળો સમજાવે છે કે ગુજરાતીઓ વેપારમાં કેમ ખીલે છે, તેમના દૃષ્ટિકોણને માર્ગદર્શન આપતી પ્રેરણાદાયી વાતો, તેમની સિદ્ધિઓના ઉદાહરણો અને કૌટુંબિક મૂલ્યો જે તેમને અન્ય ભારતીય સમુદાયોથી અલગ પાડે છે તેના દ્વારા સમર્થિત છે.
"સફળતા અંતિમ નથી; નિષ્ફળતા ઘાતક નથી: તે ચાલુ રાખવાનો નિર્ધાર છે."
"શરૂઆત કરવાની રીત એ છે કે વાતો કરવાનું બંધ કરવું અને કામ કરવાનું શરૂ કરવું."
"મહાન વસ્તુઓ વ્યવસાયમાં ક્યારેય એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી નથી. તે ટીમ દ્વારા કરવામાં આવે છે."
"તમે વિચારી શકો કે તમે કરી શકો છો કે તમે કરી શકતા નથી, તમે બંને કિસ્સાઓમાં સાચા છો."
તક સૂર્યોદય જેવી છે, જે રાહ જોનારાઓને છોડી દે છે, પરંતુ જે ઉઠે છે અને આગળ વધે છે તેને જ મળે છે.
મહેનત કરવાથી ગરીબી દૂર થાય છે, દાન કરવાથી પાપ દૂર થાય છે, મૌન રહેવાથી ક્લેશ વધતો નથી.
જેમની પાસે મહેનત અને ધૈર્યના ગુણ છે, તેમને મોડી પણ સફળતા જરૂર મળે છે.
કિસ્મત મૌકા આપે છે, પણ મહેનત ચોંકાવી દે છે
ભૂતકાળ ગયું. જે જતું રહે, એની સાથે રહેવાય? રહેવા માટે વર્તમાન જ બેસ્ટ પાર્ટનર છે.
ગુજરાતી એટલે સિંધી પાસેથી માલ ખરીદીને મારવાડીને વેચે, પણ તોય નફો કરે.
કઠિન રસ્તાઓ હંમેશા સુંદર સ્થળો તરફ દોરી જાય છે.
સાંભળવું સહુનું, કરવું મનનું.
મહેનત કરવી કે બહાના બનાવવા, તે તમારી પસંદગી છે
જો તમે મોટો વિચારશો તો મોટા બનશો, નહીં તો નાના રહી જશો.
પરાજય શું છે? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
એક સાંધીએ ત્યાં તેર તુટે.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
"તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો, કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક તુક્કો હતો."
"એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે. "
"સફળતા ક્યારેય ભુલ કરવામાં નિહિત હોતી નથી પરંતુ એક જ ભુલ ફરીથી ન કરવામાં નિહિત હોય છે. "
" સફળતાને કોઈ ખુલાસા ની જરૂર હોતી નથી "
" પોતાના પર એટલું કામ કરો કે લોકોને પોતાની ઔકાત જાતે નજર આવવા લાગે. "
" જે સફળ થવા ઈચ્છે છે તે જોખમ લે છે. "
" વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. "
" જે વ્યક્તિ પોતાની નિંદાને શાંત મનથી સાંભળે છે તે બધું જ જીતી શકે છે. "
" કોઈને નિષ્ફળ થવું નથી તેથી મોટા ભાગના આપણે પ્રયત્નો પણ કરતા નથી. "
" સ્વયં પર વિજય મેળવો તો જીત હંમેશા તમારી થશે. "
" એક સ્વપ્ન દ્રષ્ટા વ્યક્તિ એ છે જે માત્ર ચાંદની રાત્રે જ ઓછા અજવાળામાં તેનો માર્ગ શોધી શકે અને તેની સજા એ છે કે તે બાકીની દુનિયા જુએ તે પહેલા સૂર્યોદય જોઈ લે છે. "
" મોટાભાગના લોકો જેને નિષ્ફળતા તરીકે જુએ છે તે વસ્તુઓ સફળતાની સીડી હોય છે "
" કોઈપણ નવી મહાનતા સર્જવાની કે કોઈ નવી સફળતા મેળવવાની પ્રક્રિયામા, નિષ્ફળતા તો આવશે જ. "
" જે વ્યક્તિ બધું જ કરવાનો પ્રયત્ન કરે છે તે છેવટે કંઈ જ પૂર્ણ કરતો નથી મહાનતાની પહેલા કેન્દ્રિતતા આવે છે "
" વિજયી બનવાની ઈચ્છા બધાને જ હોય છે પણ એ માટે નક્કર યોજના બનાવી પૂરી તૈયારી કરવા માટે ખૂબ જ ઓછા લોકો તૈયાર થતા હોય છે. "
"જો તમે સફળ થવા ઈચ્છો છો તો સફળતાના ચવાય ગયેલા રસ્તાને બદલે નવા રસ્તા પર ચાલવું જોઈએ. "
"સફળતાની ગેરંટી વિના શરૂઆત કરવાની કટિબદ્ધતા જ સાહસ છે. "
"આત્મબળ અને જુસ્સો હશે તો તમારી જીત નિશ્ચિત છે."
"આપણે ત્યારે જ નિષ્ફળ જઈએ છીએ જ્યારે અસત્યનો સહારો લઈએ છીએ."
"સફળતા માટે મહેનત સિવાય કોઈ રસ્તો નથી એટલે તેને તરત અપનાવવો જોઇએ. "
"નિષ્ફળતાઓ જ માણસને કહે છે કે હકીકતમાં તમે જીવનમાં ક્યાં ઉભા છો. "
"રમત ભલે તમારી હોય તેની પાછળ એક ટીમ હોય છે જે સફળતાની હકદાર હોય છે. "
"અસફળ કે નિષ્ફળ વ્યક્તિને જે કામ કરવા પસંદ નથી હોતા તે કામ કરવાની સફળ વ્યક્તિને સહજ ટેવ હોય છે. "
"આપ ક્યારેય નિષ્ફળ જઈ શકતા નથી જ્યાં સુધી આપ પ્રયત્ન કરવાનું છોડતા નથી."
"વ્યક્તિત્વ સાંભળવાથી કે જોવાથી નથી બનતું વ્યક્તિત્વ મહેનત અને કામ કરવાથી બને છે. "
"જીત એને જ મળે છે જે સૌથી વધારે દ્રઢ રહે છે. "
"જ્યારે તમે કોઇ પ્રશંસનીય વ્યકિતને જુઓ, ત્યારે આપ એનાથી પણ વધારે સારા બનવાના પ્રયત્ન કરો. પરંતુ જ્યારે કોઇ અપ્રસંશીય વ્યક્તિને જુઓ, ત્યારે પોતાની અંદર જુઓ અને આત્મ નિરીક્ષણ કરો. "
"શ્રેષ્ઠ માણસ કઠિનાઇ પર પહેલા વિજય મેળવી લે છે. સફળતા પછીથી મેળવે છે."