પ્રથમ પહેલા સમરીયે રે | Partham Pahela Samariye Swami Re Lyrics in Gujarati
About of Partham Pahela Samariye Swami Re
શ્રેણી | વિગત |
---|---|
ગીત પ્રકાર | ગુજરાતી ભજન |
ગાયક | પ્રફુલ દવે |
સંગીતકાર | પ્રફુલ દવે |
લેખક | પરંપરાગત (Traditional) |
સંગીત લેબલ | શિવમ કેસેટ્સ ગુજરાતી મ્યુઝિક |
ભાષા | ગુજરાતી |
પ્રથમ પહેલા સમરીયે રે Bhajan Lyrics
દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશ
એ જી દુંદાળો દુખ ભંજનો જી… જી… એ જી..
અને સદા એ બાળે વેશ
પ્રથમ પેલા સમરિયે, હો શ્રીગૌરીનંદ ગણેશ
પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
એ માતા રે કહીએ
માતા રે કહીએ પાર્વતી રે, સ્વામી તમને સૂંઢાળા
પિતા રે શંકરદેવ દેવતા, પિતા રે શંકરદેવ દેવતા
મ્હેર કરોને મહારાજ જી
પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
એ ઘીને દૂધની
ઘીને દૂધની સેવા ચડે રે, સ્વામી તમને સૂંઢાળા
ગળામાં ફુલડાનો હાર દેવતા, ગળામાં ફુલડાનો હાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
એ રાવત રણશીની એ
રાવત રણશીની વિનંતી રે સ્વામી તમને સૂંઢાળા
હરદમ કરજો સાય દેવતા, હરદમ કરજો સાય દેવતા
મ્હેર કરોને મહારાજ જી
પ્રથમ પેલા સમરિયે રે‚ સ્વામી તમને સૂંઢાળા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
રિધ્ધી સિધ્ધીના દાતાર દેવતા
મ્હેર કરોને મહારાજ જી
હો મ્હેર કરોને મહારાજ જી
એ એવો ગૌરી તમારા પુત્રને રે
ગૌરી તમારા પુત્રને
અને મધુરા સમરે મોર
દિવસે સમરે બધા વેપારી વાણીયા
એ એને રાતના સમરે સંતને જોગ.