ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ભક્તો ભરી ભરપૂર શ્રદ્ધાથી ગણેશજીની પૂજા કરે છે. દર વર્ષે ભક્તો વિવિધ થીમ પર ગણેપતિની સ્થાપના કરે છે. આ પર્વ વિઘ્નહર્તા, મંગલકર્તા તથા રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશના જન્મ દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણી ૧૦ દિવસ સુધી ચાલે છે. પહેલા સમયમાં લોકો માટીથી શ્રી ગણપતિની પ્રતિમા બનાવતા અને ફૂલ તથા કુદરતી રંગોથી તેનું સુંદર શણગાર કરતા. ભાદરવા શુક્લ ચતુર્થીના દિવસે લોકો ભક્તિભાવથી આ પ્રતિમાની પૂજા અર્ચના કરતા.
ગણપતિ બાપ્પા Slogans
તપેલીમાં શીરો ગણપતિ બપ્પા હીરો
રાજસ્થાન કી લાલ મિટ્ટી ગણપતિ કી આઈ ચિટ્ઠી
ગલી ગલીમાં શોર ગણપતિ બાપા છે મસ્તીનો સ્ટોર
ગરમ ગરમ ગોટા ગણપતિ બાપા મોટા
ગરમ જલેબી ફાફડા ગણપતિ બાપા આપડા
ગલી ગલીમાં ઉંદર ગણપતિ બાપા સુંદર
ઠંડા ઠંડા કૂલ કૂલ ગણપતિ બાપા સુપરકુલ
ચાઈના હોય કે કોરિયા, ગણપતિ બાપા મોરિયા
1 સિંગ બે સિંગ ગણપતિ બાપા સુપરકિંગ
એક બલી , બે બલી ગણપતિ બાપા છે બાહુબલી
પંખો ફરે ઉપર ગણપતિ બાપા સુપર
વીડિયોકોન સેમસંગ ગણપતિ બાપા હેન્ડસમ
21 22 23 24 ગણપતિ હૈ હમારી ચોઈસ
સ્કૂલ હોય કે કોલેજ ગણપતિ બાપા આપેછે નોલેજ
ગરબા હોય કે ડાંડિયા ગણપતિ બાપા મોરિયા મોરિયા
1 ગાર્ડ 2 ગાર્ડ, ગણપતિ બાપ્પા બોડીગાર્ડ.
પડીકા માં ચૂઇંગ્મ , ગણપતિ બાપા સિંઘમ!
સેવ જલેબી ફાફડા, ગણપતિબાપા આપડા!
ઘી માં લાડુ લચપચ થાઈ, ગણપતિ ને આનંદ થાઈ!
એક ગ્લાસ, બે ગ્લાસ, ગણપતિ છે ફર્સ્ટક્લાસ!
ગલી ગલી માં ઉંદર, ગણપતિ બાપ્પા સુન્દર
ગલી ગલી માં કોણ છે ગણપતિ બાપા ડોન છે
એક મંત્રી, બે મંત્રી ગણપતિ બાપા છે મુખ્યમંત્રી
એક મેન, બે મેન ગણપતિ બાપા છે સુપરમેન